ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / આખા પરિવારને નહેરમાં ફેંકી દીધો, 13 વર્ષની સગીરાનો ચમત્કારિક બચાવ, 3નાં મોત
Last Updated: 07:34 PM, 24 November 2026
ADVERTISEMENT
સુરત: બારડોલી નજીક ઉવા ગામ પાસે મહારાષ્ટ્રીયન પરિવાર સાથે બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. પરિવારના સભ્યોની હત્યા કરવાના ઇરાદે ચાર શખ્સોએ તેમની કારને આંતરી પરિવારના સભ્યોને નહેરમાં ફેંકી દીધા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ADVERTISEMENT

મોતને ઘાટ ઉતારવાના ઇરાદે ખૌફનાક કાવતરું ઘડ્યું
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી અનુસાર, આરોપીઓએ પરિવારના તમામ સભ્યોને મોતને ઘાટ ઉતારવાના ઇરાદે ખૌફનાક કાવતરું ઘડ્યું હતું. આ ઘટનામાં માતા-પિતા સહિત ત્રણ વ્યક્તિઓનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. જોકે, પરિવારના 13 વર્ષીય સગીરે ચમત્કારિક રીતે જીવ બચાવી લેતાં સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે.

ADVERTISEMENT
બે બાળકો હજુ પણ લાપતા
બીજી તરફ, પરિવારનાં બે બાળકો હજુ પણ લાપતા હોવાથી તેમની શોધખોળ માટે નહેરમાં તરવૈયાઓની મદદથી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બાળકોની ભાળ મેળવવા પોલીસ અને બચાવ ટીમો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
સુરતના બારડોલી પાસે મહારાષ્ટ્રીયન પરિવારના તમામ સભ્યોની હ*ત્યાનું કાવતરું, આખા પરિવારને નહેરમાં ફેંકી દીધા. માતા-પિતા સહિત 3 વ્યક્તિની હ*ત્યા અને 13 વર્ષના સગીરનો ચમત્કારિક બચાવ થયો #Bardoli #SuratNews #Family #CrimeNews #GujaratPolice #VTVDigital https://t.co/TUEkSmuyk7
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 24, 2026
ચાર આરોપીઓ સામે પોલીસે ફરિયાદ
ADVERTISEMENT
આ સમગ્ર મામલે ખંડીયો, આભો અને બંટી સહિત ચાર આરોપીઓ સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરિવારની કારને આંતરી નહેરમાં ફેંકવાની ઘટનામાં આરોપીઓની ભૂમિકા, હત્યા પાછળનું કારણ અને સમગ્ર કાવતરાની વિગતો જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ત્રણ સભ્યોનાં મોતથી શોકનો માહોલ
એક તરફ પરિવારના ત્રણ સભ્યોનાં મોતથી શોકનો માહોલ છે, તો બીજી તરફ બે બાળકો હજુ લાપતા હોવાથી પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. બારડોલી નજીક બનેલી આ સનસનાટીભરી ઘટનાએ સમગ્ર સુરત જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.