ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વૈભવ સૂર્યવંશીનો ધમાકો, 52 બોલમાં ફટકારી બેવડી સદી, 27 છગ્ગા ફટકારી યુવા બેટ્સમેને મેદાન ગજવ્યું

ક્રિકેટ / વૈભવ સૂર્યવંશીનો ધમાકો, 52 બોલમાં ફટકારી બેવડી સદી, 27 છગ્ગા ફટકારી યુવા બેટ્સમેને મેદાન ગજવ્યું

Published By: Nirav Kumar

Last Updated: 06:05 PM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ UAE સામે 53 બોલમાં 204 રન ફટકારીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. જેમાં 28 બોલમાં સદી, 52 બોલમાં ડબલ સેન્ચુરી અને એક જ ઇનિંગમાં 28 છગ્ગા ફટકારીને વૈભવે એકસાથે અનેક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટના રાઇઝિંગ સ્ટાર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર દુનિયાભરના ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે. ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં UAE સામે રમતી વખતે વૈભવે એવી તોફાની બેટિંગ કરી કે એક જ ઇનિંગમાં અનેક મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત થઈ ગયા. માત્ર 28 બોલમાં સદી અને 52 બોલમાં ડબલ સદી ફટકારીને તેને લિસ્ટ-A ક્રિકેટમાં નવો ઇતિહાસ રચી દીધો છે.

24 નવેમ્બરના રોજ દોહામાં ઇન્ડિયા-A અને UAE વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ શરૂ કરી દીધી હતી. જેમાં વૈભવે માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેની બેટિંગની ઝડપ વધુ વધી અને માત્ર 28 બોલમાં સદી ફટકારી દીધી હતી. આ સાથે જ તે લિસ્ટ-A ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો હતો.

પરંતુ વૈભવનો અસલી ધમાકો હજુ બાકી હતો. તેને પોતાની આક્રમક બેટિંગ ચાલુ રાખી અને માત્ર 52 બોલમાં ડબલ સદી પૂરી કરી દીધી હતી. આ સાથે જ લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી ડબલ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો.

વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં કુલ 53 બોલનો સામનો કરીને 204 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. એટલે કે તેને માત્ર બાઉન્ડરીની મદદથી જ 196 રન બનાવી દીધા હતા. પ્રોફેશનલ ક્રિકેટની એક ઇનિંગમાં 28 છગ્ગા ફટકારનાર વૈભવ પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ સિવાય લિસ્ટ-A ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ હવે તેના નામે થઈ ગયો છે.

  • લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારા બેટ્સમેન
  1. 28 બોલ – વૈભવ સૂર્યવંશી (ઇન્ડિયા-A vs UAE, 2026)
  2. 29 બોલ – જેક ફ્રેઝર-મેકગર્ક (સાઉથ ઑસ્ટ્રેલિયા, 2023)
  3. 31 બોલ – એબી ડિવિલિયર્સ (સાઉથ આફ્રિકા, 2015)
  4. 32 બોલ – સાકિબુલ ગની (બિહાર, 2025)
  5. 33 બોલ – ઈશાન કિશન (ઝારખંડ, 2025)
  • લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
  1. 52 બોલ – વૈભવ સૂર્યવંશી (ઇન્ડિયા-A vs UAE, 2026)
  2. 103 બોલ – ચેડ બોવ્સ (કેન્ટરબરી vs ઓટાગો, 2024)
  3. 114 બોલ – એન. જગદીશન (તમિલનાડુ vs અરુણાચલ, 2022)
  4. 114 બોલ – હેરી બ્રૂક (ઇંગ્લેન્ડ vs શ્રીલંકા, 2026)

આ મુકાબલામાં ઇન્ડિયા-Aની કેપ્ટનશિપ તિલક વર્માએ સંભાળી હતી. ટીમમાં વૈભવ સૂર્યવંશી સિવાય અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, કુમાર કુશાગ્ર, રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહમદ, હર્ષ દુબે, હર્ષિત રાણા અને અરશદ ખાનનો સમાવેશ થતો હતો.

વધુ વાંચો :''હું ફાઈનલ વોર્નિંગ આપું છું'', યુવરાજ સિંહના પિતાને પૃથ્વી શોની ધમકી!

આમ માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ જે સિદ્ધિ મેળવી છે તે ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક ક્ષણ બની ગઈ છે. જેમાં એક જ ઇનિંગમાં સૌથી ઝડપી સદી, સૌથી ઝડપી ડબલ સદી અને એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના રેકોર્ડ સાથે તેને ક્રિકેટ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી દીધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India A vs UAE 2026 Vaibhav Sooryavanshi Fastest Century Vaibhav Sooryavanshi

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ