ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપમાં ટિકિટ માટે લોબિંગ શરૂ, અમુક ધારાસભ્યોએ સંતાનો માટે દાવેદારી નોંધાવી હોવાની ચર્ચા
Last Updated: 06:21 PM, 24 November 2026
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને રાજ્યના રાજકારણમાં અત્યારથી જ ટિકિટની ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને ભાજપમાં કેટલાક ધારાસભ્યો, મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ દ્વારા પોતાના સંતાનોને રાજકીય મેદાનમાં ઉતારવા માટે ટિકિટની દાવેદારી કરવામાં આવી હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવ્યો છે.
ADVERTISEMENT
રાજકીય ચર્ચાઓ મુજબ, ભાજપના 5થી વધુ વર્તમાન ધારાસભ્યો, મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના સંતાનો માટે ટિકિટ મેળવવાના પ્રયાસમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ચર્ચા વચ્ચે ભાજપમાં પરિવારવાદને લઈને સવાલો ઊભા થયા છે.
ભાજપમાં પરિવારવાદને સ્થાન નહીં: અનિલ પટેલ
ADVERTISEMENT
આ સમગ્ર મામલે ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે VTV NEWS સાથે વાતચીત દરમિયાન પક્ષનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે અને પક્ષમાં પરિવારવાદને ક્યાંય સ્થાન નથી.
ADVERTISEMENT
તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે ભાજપમાં એક જ પરિવારમાંથી એકથી વધુ લોકોને ટિકિટ આપવાની કોઈ પરંપરા નથી. પક્ષમાં ટિકિટ આપવાનો નિર્ણય વ્યક્તિગત સંબંધો કે પરિવારના આધારે નહીં, પરંતુ સંગઠનના માપદંડો અને પક્ષની પ્રક્રિયા અનુસાર લેવામાં આવે છે.
ADVERTISEMENT
પાર્લામેન્ટ્રી બોર્ડ લેશે અંતિમ નિર્ણય
ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોને ટિકિટ આપવી તે અંગેનો અંતિમ નિર્ણય ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો દ્વારા લેવામાં આવશે.
ADVERTISEMENT
હાલમાં સંતાનો માટે ટિકિટની દાવેદારી અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ભાજપનું સત્તાવાર વલણ સ્પષ્ટ છે કે પક્ષમાં પરિવારવાદ કરતાં કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. હવે આગામી ચૂંટણીમાં ભાજપનું પાર્લામેન્ટ્રી બોર્ડ ટિકિટ ફાળવણી માટે કયા માપદંડો અપનાવે છે અને કોને તક આપે છે તેના પર સૌની નજર રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.