ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:46 PM, 24 November 2026
ADVERTISEMENT
IDBI બેંકના ખાનગીકરણ અને તેનો મોટો હિસ્સો વિદેશી કંપનીને વેચવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવ સામે બેંક કર્મચારી સંગઠનોએ આરપારની લડાઈનું રણશિંગુ ફૂંક્યું છે. આગામી 3 ડિસેમ્બરના રોજ આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળના એલાનમાં ગુજરાતના અંદાજે 25000 બેંક કર્મચારીઓ અને અધિકારીઓ જોડાવાના હોવાથી રાજ્યભરમાં બેંકિંગ સેવાઓ ખોરવાઈ જવાની પૂરી શક્યતા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મહા ગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (MGBEA) ના જણાવ્યા અનુસાર, આ એક દિવસીય હડતાળની સીધી અસર ગુજરાતની આશરે 3700 બેંક શાખાઓની કામગીરી પર પડશે. ચેક ક્લિયરિંગ અને રોકડ વ્યવહારો અટકી પડવાને કારણે રાજ્યમાં અંદાજે ₹1200 કરોડના નાણાકીય વ્યવહારો ઠપ્પ થઈ શકે છે. IDBI બેંકના કર્મચારીઓ અને અધિકારીઓના સમર્થનમાં 'ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન' (AIBEA), 'ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન' (AIBOA) અને 'બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા' (BEFI) દ્વારા આ એકતા હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 'યુનાઇટેડ ફોરમ ઓફ IDBI ઓફિસર્સ એન્ડ એમ્પ્લોઇઝ' દ્વારા પણ આ ડિસઇન્વેસ્ટમેન્ટના વિરોધમાં અલગથી દેશવ્યાપી હડતાળની જાહેરાત કરાઈ છે.
ADVERTISEMENT
ગત 14 ઓક્ટોબરના રોજ કેન્દ્ર સરકારે કેનેડાની નાણાકીય સેવા આપતી કંપની 'ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ' ને IDBI બેંકના 60.72% હિસ્સાના વ્યૂહાત્મક ખરીદદાર તરીકે મંજૂરી આપી હતી. અંદાજે ₹52,878 કરોડના આ પ્રસ્તાવિત સોદા હેઠળ ફેરફેક્સની પેટાકંપની મારફતે સરકારનો 30.48% અને LIC નો 30.24% હિસ્સો વેચવામાં આવશે. જોકે, આ વ્યવહાર હજુ નિયમનકારી અને અન્ય જરૂરી મંજૂરીઓને આધીન છે.
આ પણ વાંચોઃ જો સરકારે ડિમાન્ડ સ્વીકારી, તો 8th CPCમાં થશે ₹69000 મિનિમમ સેલરી!
ADVERTISEMENT
બેંક યુનિયનોનું સ્પષ્ટ માનવું છે કે એક નફો કરતી જાહેર ક્ષેત્રની બેંકનું સંચાલન અને નિયંત્રણ વિદેશી રોકાણકારના હાથમાં સોંપવું યોગ્ય નથી. સંગઠનોએ સરકારના આ નિર્ણય સામે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રની બેંકો સામાન્ય નાગરિકોની બચતને સુરક્ષા પૂરી પાડે છે, ત્યારે નફાકારક બેંકનું ખાનગીકરણ કરવાનો નિર્ણય ગ્રાહકો અને કર્મચારીઓના હિતમાં નથી.
ADVERTISEMENT
(નોંધ: 3 ડિસેમ્બરે બેંક હડતાળ હોવાથી ગ્રાહકો અને વેપારીઓને પોતાના અગત્યના બેંકિંગ કામકાજ અગાઉથી પતાવી લેવા સલાહ આપવામાં આવે છે.)
સંકળાયેલા મુદ્દાઓ