ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નશાના સોદાગરો સામે કચ્છ પોલીસની કાર્યવાહી, 2026માં NDPSના 77 ગુના નોંધી 101 આરોપીની ધરપકડ કરી
Last Updated: 11:12 PM, 24 November 2026
ADVERTISEMENT
પશ્ચિમ કચ્છ પોલીસે વર્ષ 2026 દરમિયાન NDPS એક્ટ હેઠળ કુલ 77 ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં ગાંજો, ચરસ, MD, હેરોઈન-બ્રાઉન સુગર, એમ્ફેટામાઈન અને પોષડોડા સહિત કુલ 397.499 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. જેની અંદાજિત કિંમત 102 કરોડ 26 લાખ 77 હજાર હોવાનું સામે આવ્યું છે..માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલા કુલ 101 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT

ગેરકાયદેસર બાંધકામ સામે પણ કાર્યવાહી
ADVERTISEMENT
NDPSના આરોપીઓ સામે માત્ર ધરપકડ પૂરતી કાર્યવાહી નહીં પરંતુ તેમના ગેરકાયદેસર બાંધકામ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ આરોપીઓના કુલ 451 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો, જેની કિંમત આશરે 59 લાખ 92 હજાર રૂપિયા છે, તે દૂર કરવામાં આવ્યા છે.દરિયાઈ વિસ્તારમાં પણ પશ્ચિમ કચ્છ પોલીસે સિસ્ટર એજન્સીઓ સાથે સંકલનમાં મોટી કામગીરી કરી છે. વર્ષ 2026માં દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસુ ડ્રગ્સના 228 પેકેટ, કુલ 247.489 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો છે.જેની કિંમત આશરે 5 કરોડ 63 લાખ રૂપિયા થવા જાય છે.

ADVERTISEMENT
દરિયામાંથી 118.977 કિલોગ્રામ હાઈ-પ્રોફાઈલ કોકેઈનનો જથ્થો
આ ઉપરાંત ATS ગુજરાત સાથે સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન દરિયામાંથી 118.977 કિલોગ્રામ હાઈ-પ્રોફાઈલ કોકેઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની કિંમત અંદાજે 1 હજાર 150 કરોડ રૂપિયા થવા જાય છે. આ કેસમાં નાઈજીરિયા, તાન્ઝાનિયા, યુગાન્ડા અને દિલ્હી સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ છે. પશ્ચિમ કચ્છ પોલીસે દરિયાઈ અને જમીની સરહદની સુરક્ષા માટે પણ પેટ્રોલિંગ વધાર્યું છે. ઊંટસવાર, ઘોડેસવાર, ફૂટ પેટ્રોલિંગ, મોટરસાયકલ અને બોટ પેટ્રોલિંગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વેરાવળમાં કાળજું કંપાવે તેવી ઘટના, જમવાનું માંગતાં સગા ભાઈએ મોટા ભાઈને પતાવી દીધો
ADVERTISEMENT
6 પાકિસ્તાની નાગરિકોને 3 બોટ સાથે ઝડપી પાડવામાં આવ્યા
વર્ષ દરમિયાન ભારતીય જળસીમામાં પ્રવેશેલા 6 પાકિસ્તાની નાગરિકોને 3 બોટ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે જમીની સરહદ પરથી પણ 2 પાકિસ્તાની નાગરિકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે...નશાના કારોબાર સામે પશ્ચિમ કચ્છ પોલીસનું ઓપરેશન સતત યથાવત્ છે.. પોલીસ દ્વારા નાગરિકોને નશા અંગેની માહિતી આપવા માટે 1933 હેલ્પલાઈન અને SOGનો નંબર 6359629091 જાહેર કરવામાં આવ્યો છે.. આગામી દિવસોમાં પણ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા NDPS ને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો