ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારત / ટ્રમ્પનો ભારત સહિત 16 દેશો પર ટેરિફનો નવો બોમ્બ, ચીન અને જાપાનની પણ વધી મુશ્કેલી, વેપાર યુદ્ધની આશંકા

બિઝનેસ / ટ્રમ્પનો ભારત સહિત 16 દેશો પર ટેરિફનો નવો બોમ્બ, ચીન અને જાપાનની પણ વધી મુશ્કેલી, વેપાર યુદ્ધની આશંકા

Published By: Nirav Kumar

Last Updated: 10:56 PM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, જાપાન સહિત 16 દેશો પર નવા ટેરિફ લગાવવાની તૈયારી શરૂ કરતાં વૈશ્વિક વેપારમાં ફરી તણાવ વધવાની શક્યતા છે. જેમાં અમેરિકાના આ નિર્ણયથી ભારતની નિકાસ અને અમેરિકા સાથે ચાલી રહેલી ટ્રેડ ડીલ પર શું અસર પડશે?

ADVERTISEMENT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકવાર ફરી વખત વિશ્વના વેપાર નકશામાં ટેરિફનો નવો ધડાકો કરવાની તૈયારીમાં છે. આ વખતે તેમના નિશાને ચીન, જાપાન, સાઉથ કોરિયા સહિત કુલ 16 દેશો છે અને આ યાદીમાં ભારતનું નામ પણ સામેલ હોવાનું જણાયું છે. વોલ સ્ટ્રીટ જર્નલની રિપોર્ટ અનુસાર અમેરિકા આ દેશો પર પહેલેથી લાગુ ટેરિફ વધારવાની તૈયારી કરી રહ્યું છે.

અમેરિકાનું માનવું છે કે અમુક દેશો પોતાની ઘરેલું ઉદ્યોગોને સબસિડી અને બીજી સરકારી મદદ આપીને સસ્તા દરે માલ બનાવે છે અને ઇન્ટરનેશનલ બજારમાં વેચે છે. આનાથી અમેરિકન કંપનીઓને અન્યાય થાય છે અને ઘરેલું મેન્યુફેક્ચરિંગ કમજોર પડે છે. આ કારણે ઔદ્યોગિક સબસિડી અંગે મહિનાઓથી ચાલી રહેલી તપાસ પછી હવે નવા ટેરિફનો આયોજન થઈ રહ્યું છે.

આ તપાસના પરિણામો અમેરિકાના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમીસન ગ્રીયર આ જ અઠવાડિયે જાહેર કરી શકે છે, જોકે સટાઈમલાઈનમાં ફેરફારની સંભાવના પણ છે. ભારત માટે આ સમય ખાસ કરીને નાજુક છે કેમ કે નવી દિલ્હી અને વોશિંગ્ટન હજુ પણ તેમના વેપાર ડીલ પર વાતચીત કરી રહ્યા છે.

નવા ટેરિફ મોટાભાગના નિકાસી માલને આવરી લેશે પણ સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ જેવા અમુક ઉત્પાદનોને અલગ રાખવામાં આવી શકે છે કેમ કે તેમના પર પહેલેથી જ અલગ ટેરિફ લાગુ છે. જેમાં અંતિમ દર હજુ નક્કી નથી પણ અમેરિકન અધિકારીઓએ સંકેત આપ્યો છે કે 2025માં લાગુ કરાયેલા ટેરિફ જેટલા દર લાગુ થઈ શકે છે. જાપાન, યુરોપિયન યુનિયન અને સાઉથ કોરિયા પર 15 ટકા અથવા તેનાથી ઓછા દરની સંભાવના છે. જ્યારે ભારત અને વિયેતનામ પર વધુ દર લાગી શકે છે. સૌથી વધુ અસર ચીન પર થવાની અપેક્ષા છે.

વધુ વાંચો : એક મહિનામાં 14000 સસ્તુ થયુ સોનું, આગલા 15 દિવસ છે ખાસ, જાણો ક્યારે ખરીદવું?

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની વાત કરીએ તો બંને દેશોએ 7 ફેબ્રુઆરી 2026ના રોજ એક અસ્થાયી માળખું જાહેર કર્યું હતું, જેમાં અમેરિકાએ ભારતીય માલ પરના રેસિપ્રોકલ ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવા અને રશિયન તેલની ખરીદી પરના વધારાના ટેરિફને પાછું ખેંચવાની સંમતિ આપી હતી. પરંતુ અમેરિકન સુપ્રીમ કોર્ટના એક નિર્ણય પછી આ ડીલ અનિશ્ચિત બની ગઈ છે અને હજુ સુધી અંતિમ સહી થઈ શકી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Tariff Policy US Tariff on India India US Trade Deal

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ