ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વેરાવળમાં કાળજું કંપાવે તેવી ઘટના, જમવાનું માંગતાં સગા ભાઈએ મોટા ભાઈને પતાવી દીધો

ક્રાઈમ / વેરાવળમાં કાળજું કંપાવે તેવી ઘટના, જમવાનું માંગતાં સગા ભાઈએ મોટા ભાઈને પતાવી દીધો

Published By: Vishal Khamar
Reported By: Rohit Barad

Last Updated: 10:45 PM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેરાવળમાં સંબંધોને શર્મસાર કરતી હત્યાની ઘટના સામે આવી છે. વેરાવળ રેલવે સ્ટેશનની સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા બે સગા ભાઈઓ વચ્ચે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ADVERTISEMENT

ગીરના સોમનાથ જિલ્લાના વેરાવળમાં સગા ભાઈએ જ સગા ભાઈની હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશન નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા બે સગા ભાઈઓ વચ્ચે જમવાનું માંગવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બન્યો કે નાના ભાઈએ મોટા ભાઈ પર પથ્થર અને લાકડાના ફટકાથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો ઘટનાને પગલે વેરાવળ સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે

બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો

મળતી માહિતી અનુસાર, સુરેશ મનજીભાઈ સોલંકી અને ભોલા મનજીભાઈ સોલંકી બંને સગા ભાઈઓ છે. ગત 23 નવેમ્બરની રાત્રે આશરે આઠ વાગ્યાના અરસામાં બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો.

ગંભીર ઈજાઓના કારણે સુરેશ સોલંકીનું મોત નીપજ્યું

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મોટા ભાઈ સુરેશ સોલંકીએ નાના ભાઈ ભોલા પાસે જમવાનું માંગ્યું હતું. આ બાબતે નાનો ભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભોલાએ પથ્થર અને લાકડાના ફટકા વડે મોટા ભાઈ સુરેશ પર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજાઓના કારણે સુરેશ સોલંકીનું મોત નીપજ્યું હતું

સિટી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી

ઘટનાની જાણ થતાં વેરાવળ સિટી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી ભોલા મનજીભાઈ સોલંકીની ધરપકડ કરી છે આ ગુનો ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સગો ભાઈ પોલીસની કસ્ટડીમાં પહોંચ્યો

વેરાવળ રેલવે સ્ટેશન નજીક બનેલી આ ઘટનાએ ફરી એકવાર ગુસ્સા અને ક્ષણિક આવેશના ગંભીર પરિણામો સામે લાવ્યા છે. માત્ર જમવાનું માંગવા જેવી બાબતે શરૂ થયેલો વિવાદ એક પરિવાર માટે ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના બની ગયો છે. એક તરફ સુરેશ સોલંકીનું મોત થયું છે, તો બીજી તરફ હત્યાના આરોપમાં તેનો જ સગો ભાઈ પોલીસની કસ્ટડીમાં પહોંચ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે.

આ પણ વાંચોઃ આખા પરિવારને નહેરમાં ફેંકી દીધો, 13 વર્ષની સગીરાનો ચમત્કારિક બચાવ, 3નાં મોત

એકના મોત અને બીજાની ધરપકડ સુધી પહોંચ્યો

સંબંધોમાં સંવાદની જગ્યા જ્યારે ગુસ્સો લઈ લે છે, ત્યારે તેના પરિણામો કેટલાં ગંભીર હોઈ શકે છે. તેનું ઉદાહરણ વેરાવળની આ ઘટના છે. એક જ પરિવારના બે ભાઈઓ વચ્ચેનો વિવાદ આખરે એકના મોત અને બીજાની ધરપકડ સુધી પહોંચ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gir Somnath news Veraval murder case Veraval crime news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ