ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દીવડાની રોશનીથી ઝગમગી કાશી, ડ્રોન શોમાં દેખાયું ભગવાન શિવનું ભવ્ય સ્વરૂપ

photo-story

7 ફોટો ગેલેરી

નેશનલ / દીવડાની રોશનીથી ઝગમગી કાશી, ડ્રોન શોમાં દેખાયું ભગવાન શિવનું ભવ્ય સ્વરૂપ

Last Updated: 11:14 PM, 24 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વારાણસીમાં દેવ દિવાળીની ઉજવણી આ વખતે કંઈક ખાસ રહી છે. જેમાં 21 લાખ દીવડાઓની રોશની અને 2100 સ્વદેશી ડ્રોનના શોએ કાશીના આકાશને પણ ભક્તિના રંગે રંગી દીધું હતું.

1/7

photoStories-logo

1. વારાણસીમાં ડ્રોન શો

વારાણસીમાં આ વર્ષે દેવ દિવાળીનો પર્વ આસ્થા, પરંપરા અને આધુનિક ટેકનોલોજીના અદ્ભુત મિશ્રણ સાથે ઉજવાયો હતો. જેમાં ગંગાના ઘાટોથી લઈને શહેરના મુખ્ય ધાર્મિક સ્થળો સુધી એકવીસ લાખ દીવાઓની જ્યોતે આખી કાશીને રોશનીથી ભરી દીધી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. અલગ અલગ આકૃતિઓ

જેમાં ગંગાના કિનારે પહેલીવાર 2100 મેડ ઇન ઇન્ડિયા ડ્રોનોએ દસ મિનિટ સુધી આકાશમાં પંદર અલગ-અલગ આકૃતિઓ ઉભી કરી હતી. આમાં ભગવાન શિવ, મહેશ્વર સૂત્ર, શિવ તાંડવ, ગંગા અવતરણ તેમજ કાશી વિશ્વનાથ મંદિર, મા વિશાલાક્ષી અને બાબા કાલ ભૈરવની આકૃતિઓ સામેલ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મંત્રી કર્યું ઉત્સવનું ઉદ્ઘાટન

આ અંગે પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે મુખ્ય અતિથિ તરીકે દીપ પ્રજ્વલિત કરીને ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમને ‘વારાણસી 84 ઘાટ્સ ઑડિયોબુક ઑડિયો ટૂર’ની પણ શરૂઆત કરી હતી. આ સુવિધા યુપી ટૂરિઝમની વેબસાઇટ અને મોબાઇલ ઍપ પર ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પંદર ભાષાઓમાં ઘાટોનો ઇતિહાસ

હવે પ્રવાસીઓ પંદર ભાષાઓમાં ઘાટોનો ઇતિહાસ, ધાર્મિક પરંપરાઓ અને માન્યતાઓ સાંભળી શકશે. જેમાં પગપાળા કે હોડીમાં ફરતી વખતે ઘાટ પાસે પહોંચતાં જ સંબંધિત માહિતી આપોઆપ વાગી ઊઠે છે. આ કન્ટેન્ટ ડાઉનલોડ કરીને ઇન્ટરનેટ વગર પણ સાંભળી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. દશાશ્વમેધ ઘાટ

દશાશ્વમેધ ઘાટ પર ગંગા સેવા નિધિ દ્વારા આયોજિત મહારતીમાં એકવીસ અર્ચકો અને બેતાળીસ દેવ કન્યાઓએ ભાગ લીધો હતો. દીવાઓની જ્યોત, મંત્રોચ્ચાર, શંખનાદ અને ડમરૂની ગૂંજથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું. આ પ્રસંગે કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને ગંગાને સ્વચ્છ રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ચેતસિંહ કિલ્લો

ચેતસિંહ કિલ્લા પર ‘કાશી કથા’ દ્વારા ત્રણડી પ્રોજેક્શન મૅપિંગ, એનામોર્ફિક એલઈડી ઇમેજરી અને સંગીત સાથે શહેરની પૌરાણિક વારસાને જીવંત કરવામાં આવી. સત્તર મિનિટની આ પ્રસ્તુતિ પછી આઠ મિનિટનો લેઝર શો થયો હતો. ત્યારબાદ લલિતા ઘાટ સામે ગંગાની રેતી પર ભજનોની ધૂન સાથે ગ્રીન આતિશબાજી કરવામાં આવી હતી જેને આખા માહોલને વધુ રંગીન બનાવી દીધો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. સુંદર મિશ્રણ

આમ આ વર્ષની દેવ દિવાળીમાં પરંપરાગત દીપદાન સાથે આધુનિક ડ્રોન શો અને ટેકનોલોજીનું સુંદર મિશ્રણ જોવા મળ્યું હતી જેને કાશીની આધ્યાત્મિક ઓળખને નવા અંદાજમાં રજૂ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dev Diwali Varanasi Celebration Diyas in Kashi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ