ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગ્રામ પંચાયત ચૂંટણી : આખરી મતદાર યાદી 27 નવેમ્બરના રોજ જાહેર થશે, રાજ્ય ચૂંટણી પંચનું એલાન

ચૂંટણી / ગ્રામ પંચાયત ચૂંટણી : આખરી મતદાર યાદી 27 નવેમ્બરના રોજ જાહેર થશે, રાજ્ય ચૂંટણી પંચનું એલાન

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 11:38 AM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયત ચૂંટણી માટેની મતદાર યાદીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

ADVERTISEMENT

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની તૈયારીઓ તેજ કરાઈ છે. રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની મતદાર યાદી તૈયાર કરવા માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, ગુજરાત વિધાનસભાની પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી તેમજ વિધાનસભાની સતત સુધારણા દરમિયાન અપડેટ થયેલી મતદાર યાદીના આધારે ગ્રામ પંચાયતોની મતદાર યાદી તૈયાર કરવામાં આવશે.

મતદાર યાદી 27 નવેમ્બરના રોજ જાહેર થશે

રાજ્ય ચૂંટણી પંચની જાહેરાત અનુસાર, આખરી મતદાર યાદી 27 નવેમ્બરના રોજ જાહેર થશે. 1 ઓક્ટોબરથી લાયકાતથી રહેલી આખરી મતદાર યાદી પ્રસિધ્ધ થશે. ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાની આખરી પ્રસિધ્ધિ થશે.

આ પણ વાંચોઃ વડનગરને નવી આધ્યાત્મિક ઓળખ મળશે, શંકરાચાર્ય સ્વામીજીએ CMને કહ્યું- `હાટકેશ્વર મહાદેવ મંદિરને ગુજરાતની કાશી બનાવો'

7 નવેમ્બર, 2026: વોર્ડવાર મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે.

23 નવેમ્બર, 2026: નિયમ-3(ક) તથા 3(ખ) હેઠળ વાંધા-અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ રહેશે.

25 નવેમ્બર, 2026: રજૂ થયેલા વાંધા-અરજીઓની ચકાસણી અને નિયમ-3(સી)(2) હેઠળ આખરી નિર્ણય લેવામાં આવશે.

27 નવેમ્બર, 2026: વોર્ડવાર મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ