ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સમ્મેદ શિખરજીથી પરત ફરતી સુરતની બસ ખીણમાં ખાબકતાં પતિ-પત્નીનાં મો*ત, 12થી વધુ યાત્રાળુઓ ઘાયલ
Last Updated: 11:06 AM, 23 November 2026
ADVERTISEMENT
સમ્મેદ શિખરજીનાં દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રાળુઓ સાથે રસ્તામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુરતના આશરે 50 યાત્રાળુઓ 8થી 10 બસમાં સવાર થઈને ટાટા રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા. સવારે ગુજરાત પરત ફરવા માટે તેમની ટ્રેન હતી. આ દરમિયાન એક બસ ચાલકના કાબૂ બહાર જતાં ખીણમાં પલટી ગઈ હતી. બસના આગળના ભાગમાં બેઠેલા દંપતીનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માત બાદ પોલીસ અને સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.
ADVERTISEMENT
ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં આ દુર્ઘટના બની હતી. સુરતથી આશરે 50 જૈન યાત્રાળુઓ સમ્મેદ શિખરજીનાં દર્શન કરવા આવ્યા હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ તેઓ ગુજરાત પરત ફરવાની તૈયારીમાં હતા. યાત્રાળુઓ 8થી 10 બસમાં સવાર થઈને રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ ટાટા રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા. સવારે ગુજરાત જવા માટે તેમની ટ્રેન હતી. આ દરમિયાન એક બસ રસ્તામાં અનિયંત્રિત થઈને ખીણમાં ખાબકી હતી.
ADVERTISEMENT
અકસમાત એટલો ગંભીર હતો કે બસમાં આગળના ભાગે કેબિનમાં બેઠેલા પતિ-પત્નીને જીવ ગુમાવવો પડ્યો હતો. બસ ખીણમાં પલટી જતાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દુર્ઘટનામાં 12થી વધુ યાત્રાળુઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ બસમાં સવાર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને મદદ માટે બૂમાબૂમ થઈ હતી.
ADVERTISEMENT
VIDEO | Jharkhand: Two Jain pilgrims killed, over a dozen injured as bus carrying 50 pilgrims from Surat overturns into ditch in Giridih. (Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) https://t.co/JRLfJ4zFRH
— Press Trust of India (@PTI_News) November 23, 2026
ADVERTISEMENT
અકસમાતની જાણ થતાં જ મધુબન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા યાત્રાળુઓને બહાર કાઢ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસની મદદથી અન્ય યાત્રાળુઓને પણ તેમના આગળના પ્રવાસ માટે રવાના કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં યાત્રાળુઓના પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ દિલ્હી-UP-બિહારમાં ગાઢ ધુમ્મસની શક્યતા વચ્ચે 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ! જાણો આજે કેવું રહેશે હવામાન!
ADVERTISEMENT
સ્થળ પર હાજર પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, તમામ યાત્રાળુઓ ગુજરાતના સુરતના રહેવાસી હતા. તેઓ યાત્રા દરમિયાન કોરિયા મંદિર ખાતે રોકાયા હતા. રાત્રે ટાટા રેલવે સ્ટેશન જવા નીકળ્યા ત્યારે એક બસ અકસ્માતનો ભોગ બની હતી. બસના આગળના કેબિનમાં બેઠેલા પતિ-પત્નીનાં મોત થયાં હતાં. બાકીના યાત્રાળુઓને પોલીસની મદદથી સુરક્ષિત રીતે આગળ મોકલવામાં આવ્યા હતા.
ઝારખંડમાં ઠંડીની શરૂઆત સાથે રાતના સમયે કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ છવાવા લાગ્યું છે. ધુમ્મસને કારણે રસ્તા પર આગળનું સ્પષ્ટ દેખાતું ન હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી શકે છે. આ અકસ્માત પાછળ પણ ધુમ્મસ કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ જ બસ કયા સંજોગોમાં કાબૂ બહાર ગઈ તેની જાણ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.