ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / મિસ યુનિવર્સ 2026 બની જેનિફર બેરેટો, કુવારી કન્યાઓને એક માતાએ આપી માત, જાણો કોણ છે જેનિફર જેણે રાતોરાત ઘટાડ્યો 30 કિલો વજન

Miss Universe 2026 / મિસ યુનિવર્સ 2026 બની જેનિફર બેરેટો, કુવારી કન્યાઓને એક માતાએ આપી માત, જાણો કોણ છે જેનિફર જેણે રાતોરાત ઘટાડ્યો 30 કિલો વજન

Published By: Bijal Vyas

Last Updated: 12:38 PM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Miss Universe 2026 Winner:મિસ યુનિવર્સ 2026ને તેની નવી વિજેતા મળી ગઈ છે. પ્યુર્ટો રિકોની જેનિફર બેરેટોએ આ સ્પર્ધાની 75મી આવૃત્તિમાં તાજ જીતી લીધો છે. મેક્સિકોની ફાતિમા બોશ દ્વારા તેમને તાજ પહેરાવવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

સમગ્ર વિશ્વમાંથી આવેલી સુંદર સ્પર્ધકો વચ્ચેની આકરી સ્પર્ધા બાદ, 75મી 'મિસ યુનિવર્સ' સ્પર્ધામાં વિજેતા તરીકે પ્યુર્ટો રિકોની જેનિફર બેરેટોને તાજ પહેરાવવામાં આવ્યો. તેમને વર્તમાન 'મિસ યુનિવર્સ', મેક્સિકોની ફાતિમા બોશ દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો.

'મિસ યુનિવર્સ 2026' સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર કાઝિયા લિઝ મેજો આ વખતે તાજ જીતવાથી વંચિત રહી ગઈ. તેણે વિશ્વભરની સ્પર્ધકોની વચ્ચે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે, અંતિમ રાઉન્ડમાં પ્યુર્ટો રિકોની જેનિફર બેરેટો વિજેતા બની અને તેણે 'મિસ યુનિવર્સ 2026'નો ખિતાબ પોતાના નામે કર્યો.

જેનિફર બેરેટો બની મિસ યુનિવર્સ 2026

'મિસ યુનિવર્સ 2026' સ્પર્ધા ખાસ હતી, કારણ કે તે આ સ્પર્ધાની 75મી આવૃત્તિ હતી. વિશ્વભરના વિવિધ દેશોની સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અંતે, ફાઈનલ રાઉન્ડમાં પ્યુર્ટો રિકોની જેનિફર બેરેટોએ પોતાના જવાબ અને આત્મવિશ્વાસ દ્વારા નિર્ણાયકોનું દિલ જીતી લીધું.

ડોમિનિકન રિપબ્લિકની કન્ટેસ્ટેન્ટ બની ફર્સ્ટ રનર-અપ

આ સ્પર્ધામાં ડોમિનિકન રિપબ્લિકની મેલિસા નુનેઝે 'ફર્સ્ટ રનર-અપ'નું સ્થાન મેળવ્યું, જ્યારે વેનેઝુએલાની ક્લેરા વેગાસ ગોએટ્ઝ 'સેકન્ડ રનર-અપ' રહી. ટોચની 5 ફાઇનલિસ્ટમાં ફિલિપાઇન્સ, ન્યુઝીલેન્ડ, વેનેઝુએલા, ડોમિનિકન રિપબ્લિક અને પ્યુર્ટો રિકોની સુંદરીઓનો સમાવેશ થતો હતો.

લીડર્સને લઇ પૂછવામાં આવ્યો હતો સવાલ

મિસ યુનિવર્સ સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં, ટોચની 5 સ્પર્ધકોને એક સમાન પ્રશ્ન પૂછવામાં આવ્યો: "હાલના સમયમાં વિશ્વને તેના નેતાઓ પાસેથી સૌથી વધુ શેની જરૂર છે?" તેના જવાબમાં, જેનિફર બેરેટોએ કહ્યું કે વિશ્વને એવા નેતાઓની જરૂર છે જેમનામાં સહાનુભૂતિ હોય અને જેઓ અન્યને સમજવાની ક્ષમતા ધરાવતા હોય. તેમણે નોંધ્યું કે આજના સમયમાં લોકો ઘણીવાર એકબીજા વિશે ઉતાવળમાં અભિપ્રાય બાંધી લે છે અને આક્ષેપો કરે છે, પરંતુ એક સારા નેતાએ પોતાના મૂલ્યો પર અડગ રહેવું જોઈએ.

આ પણ વાંચોઃ છૂટાછેડાની અફવાઓ વચ્ચે સપના ચૌધરીની પોસ્ટ, શાહી અંદાજમાં તસવીરો શેર કરી લખ્યું - 'આસ્તીનના સાપ પકડી શકાતા નથી'

ટોપ 12માં જગ્યા નહીં બનાવી શકી ભારતીય સુંદરી

ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી કાઝિયા લિઝ મેજો આ વખતે 'મિસ યુનિવર્સ'નો તાજ જીતવામાં સફળ રહી શકી નહીં. તેણે સ્પર્ધાના ટોચના 30માં સ્થાન મેળવીને ભારતની આશાઓ જીવંત રાખી હતી, પરંતુ તે ટોચના 12 માં પોતાનું સ્થાન બનાવી શકી નહીં. તેણે ગત ઓગસ્ટ મહિનામાં 'મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026'નો ખિતાબ જીત્યો હતો અને આ સિદ્ધિ મેળવનારી તે કેરળની પ્રથમ મહિલા બની હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Miss Universe 2026 Winner indias kaziah liz mejo puerto ricos jennifer barreto

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ