ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / મેન્ટર યુવરાજસિંહ સાથે ફોન પર વાત કર્યાં બાદ વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો, 52 બોલમાં 204 રન

ક્રિકેટ / મેન્ટર યુવરાજસિંહ સાથે ફોન પર વાત કર્યાં બાદ વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો, 52 બોલમાં 204 રન

Published By: Bijal Vyas

Last Updated: 10:49 AM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ પોતાના આદર્શ યુવરાજ સિંહ સાથે ફોન પર 30 મિનિટ સુધી વાત કર્યા બાદ દોહામાં UAE સામે માત્ર ૫૨ બોલમાં 204 રનની ઐતિહાસિક ઇનિંગ રમીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટના રાઇઝિંગ સ્ટાર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર દુનિયાભરના ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે. ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં UAE સામે રમતી વખતે વૈભવે એવી તોફાની બેટિંગ કરી કે એક જ ઇનિંગમાં અનેક મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત થઈ ગયા. માત્ર 28 બોલમાં સદી અને 52 બોલમાં ડબલ સદી ફટકારીને તેને લિસ્ટ-A ક્રિકેટમાં નવો ઇતિહાસ રચી દીધો છે.

BCCI દ્વારા જાહેર કરાયેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં વૈભવે ખુલાસો કર્યો કે 24 નવેમ્બર, 2026 ના રોજ રમાયેલી ACC Rising Stars Asia Cup ની મેચ પહેલાં તે પોતાના ખરાબ ફોર્મને કારણે ચિંતિત હતો. તેણે યુવરાજ સિંહ સાથે ફોન પર અડધો કલાક વાત કરી, જેનાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો અને તેણે મેદાન પર તોફાની બેટિંગ કરીને ઈતિહાસ રચી દીધો.

ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બરના રોજ દોહામાં ઇન્ડિયા-A અને UAE વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ શરૂ કરી દીધી હતી. જેમાં વૈભવે માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેની બેટિંગની ઝડપ વધુ વધી અને માત્ર 28 બોલમાં સદી ફટકારી દીધી હતી. આ સાથે જ તે લિસ્ટ-A ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો હતો.

પરંતુ વૈભવનો અસલી ધમાકો હજુ બાકી હતો. તેને પોતાની આક્રમક બેટિંગ ચાલુ રાખી અને માત્ર 52 બોલમાં ડબલ સદી પૂરી કરી દીધી હતી. આ સાથે જ લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી ડબલ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો.

આ પણ વાંચોઃ ''હું ફાઈનલ વોર્નિંગ આપું છું'', યુવરાજ સિંહના પિતાને પૃથ્વી શોની ધમકી!

વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં કુલ 53 બોલનો સામનો કરીને 204 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. એટલે કે તેને માત્ર બાઉન્ડરીની મદદથી જ 196 રન બનાવી દીધા હતા. પ્રોફેશનલ ક્રિકેટની એક ઇનિંગમાં 28 છગ્ગા ફટકારનાર વૈભવ પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ સિવાય લિસ્ટ-A ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ હવે તેના નામે થઈ ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

unshackled Vaibhav Sooryavanshi phone call with Yuvraj Singh BCCI

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ