ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સોના-ચાંદીમાં ફરી મોટો કડાકો, બે દિવસમાં સોનું 3890 તો ચાંદી પણ 9665 રૂપિયા સસ્તી થઈ

બિઝનેસ / સોના-ચાંદીમાં ફરી મોટો કડાકો, બે દિવસમાં સોનું 3890 તો ચાંદી પણ 9665 રૂપિયા સસ્તી થઈ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:34 AM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold and Silver Price : સ્થાનિક વાયદા બજાર (MCX) માં સોના-ચાંદીના ભાવમાં બે દિવસથી ઘટાડો નોંધાયો છે. બે દિવસમાં સોનું 3,890 રૂપિયા અને ચાંદી 9,665 રૂપિયા સસ્તી થઈ છે.

ADVERTISEMENT

સ્થાનિક વાયદા બજાર (MCX) માં સોના-ચાંદીના ભાવમાં બે દિવસથી ઘટાડો નોંધાયો છે. બે દિવસમાં સોનું 3,890 રૂપિયા અને ચાંદી 9,665 રૂપિયા સસ્તી થઈ છે. બુધવારે સોનું 579 રૂપિયા ઘટીને 121,750 રૂપિયા થયું, જ્યારે ચાંદી 985 રૂપિયા ઘટીને 144,453 રૂપિયા થઈ હતી.

સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મંગળવારના મોટા ઘટાડા બાદ બુધવારે (25 નવેમ્બર) પણ મંદીનો દોર જારી રહ્યો છે. બે દિવસમાં જ કિંમતી ધાતુઓમાં મોટો કડાકો બોલાઈ જતાં રોકાણકારો અસજંમસમાં છે. વૈશ્વિક બજારમાં વ્યાજદર વધવાની આશંકા અને રોકાણકારોની વેચવાલી ભાવ ઘટાડાનું મુખ્ય કારણ છે.

બુધવારે બજાર ખૂલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનું (10 ગ્રામ) ગઈકાલના બંધ ભાવ 1,22,329 રૂપિયા સામે બુધવારે સોનું 1,21,900 રૂપિયા પર ખૂલ્યું હતું. દિવસ દરમિયાન 1,22,120 રૂપિયાનો હાઈ અને 121,750 રૂપિયાનો નીચલો સ્તર બનાવીને સોનું 579 રૂપિયા સસ્તું થયું છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ બિઝનેસ / NVIDIAમાં પાછા આવતાં જ જેનસન હુઆંગ પર થયો પૈસાનો વરસાદ, 1 દિવસમાં ₹300000ની કમાણી

ચાંદી (1 કિલો) ગઈકાલના બંધ ભાવ 145,438 રૂપિયા સામે ચાંદી 145,003 રૂપિયા પર ખૂલી હતી. દિવસ દરમિયાન 145,386 રૂપિયાનો હાઈ અને 144,453 રૂપિયાનો નીચલો સ્તર બનાવીને ચાંદી વધુ 985 રૂપિયા ઘટી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Business Gold Price Gold and Silver

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ