ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટીદાર સમાજમાં ત્રીજા બાળક તરીકે દીકરી જન્મશે તો 51 હજારનું ઈનામ, હિંમતનગરમાં યોજાયેલા સમુહ લગ્નમાં જાહેરાત
Last Updated: 10:44 AM, 25 November 2026
ADVERTISEMENT
Kutch Kadva Patidar Samaj: કડવા પાટીદાર સમાજમાં ત્રીજા બાળકના જન્મ પર ઈનામની જાહેરાત કરવામાં આવી છે. કચ્છ કડવા પાટીદાર સમાજે ઘટતી વસ્તી અને બદલાતી સામાજિક માનસિકતા સામે ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ કલ્યાણકારી યોજના હેઠળ સમાજના કોઈપણ પરિવારમાં ત્રીજા સંતાન તરીકે દિકરીનો જન્મ થશે તો નવજાતના નામે ₹51,000 ઇનામની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
વિશ્વ ઉમિયાધામની પહેલને કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સ્વીકારી મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. કચ્છ સમાજમાં ત્રીજું બાળક જન્મે તો 51 હજારનું ઈનામ જાહેર કરાયુ છે. ત્રીજા બાળક તરીકે દીકરી હોય તો 51 હજારનું ઈનામ અપાશે.
હિંમતનગરમાં યોજાયેલા સમુહ લગ્નમાં જાહેરાત કરવામાં આવી છે. પાટીદારોને વસતિને ધ્યાને લઈ કચ્છ સમાજની જાહેરાત કરી છે. વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલનું આહ્વાન પાટીદારોની ઘટતી વસતિને લઈ નિર્ણય લેવાયો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સુરક્ષા / અમિત શાહે બનાવ્યો સુરક્ષાનો મોટો પ્લાન, ભારત-પાક બોર્ડરના 20 ગામમાં ગુજરાતના 10 IPS તૈનાત
ADVERTISEMENT
અગાઉ સુરતના કડોદરામાં પણ મળી હતી ચિંતન સભા
સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં સપ્ટેમ્બર મહિનામાં કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ અને પરિવારજનોની એક સામાન્ય સભા મળી હતી. આ સભામાં વર્તમાન પેઢીમાં ઝડપથી ઘટી રહેલા જન્મદર, નાના પરિવારોનું વધતું ચલણ અને તેના કારણે ભવિષ્યમાં સર્જાનારી સામાજિક સમસ્યાઓ અંગે ગહન મંથન કરવામાં આવ્યું હતું. સભામાં મહત્વની જાહેરાત કરી હતી. ઘટતી વસ્તી સામે ત્રીજા કે તેથી વધુ સંતાનના જન્મે નવજાતના નામે 10 વર્ષ માટે 50,000 ની એફડી અપાશે. દીકરા-દીકરી વચ્ચે કોઈ ભેદ રાખ્યા વિના અપાતી આ સહાયથી એકલ સંતાનની માનસિકતા બદલવા અને લિંગ સંતુલન જાળવવાનો નવતર પ્રયાસ હાથ ધરાયો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ