ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બારડોલીમાં આખા પરિવારને નહેરમાં ફેંકી દેવાયો, માતાપિતા-બાળકનું મોત, 13 વર્ષનો પુત્ર જીવીત બચ્યો
Last Updated: 12:26 PM, 25 November 2026
ADVERTISEMENT
સુરત જિલ્લાના બારડોલી નજીક એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં આખા પરિવારને નહેરમાં ફેંકી દેવાની ખૌફનાક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવાર સાથે બનેલી આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. મહારાષ્ટ્રનો જલગાંવનો પરિવાર મજૂરી કામ કરવા આવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
ADVERTISEMENT
શું હતો આખો બનાવ?
ઉવા ગામ નજીક પરિવારની કારને આંતરી 4 શખ્સોએ પરિવારને નહેરમાં ફેંક્યો હતો. માતા-પિતાને અલગ કારમાં અને બાળકને અલગ કારમાં રાખ્યા હતા. નહેર પાસે ઇકો કારને ઉભી રાખી માતા પિતા અને બાળકને નહેરમાં ફેંકી દીધા હતા.
ADVERTISEMENT
13 વર્ષના બાળકે પાઈપ પકડીને જીવ બચાવ્યો
હત્યા કરનાર આરોપીઓમાંથી 13 વર્ષના બાળકે એકને ઓળખી બતાવ્યું હતું. તેણે નહેરનો પાઈપ પકડીને જીવ બચાવ્યો હતો.
ADVERTISEMENT
મહુવાની નહેરમાંથી ત્રણ મૃતદેહ મળ્યા
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર ટીમે નહેરમાં શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મહુવા તાલુકાના ડુંગરી નજીક ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠા નહેરમાંથી માતા કવિતા પાટીલ, પિતા નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ તેમજ એક યુવતી/નાની બહેન સહિત ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ મૃતક કવિતા પાટીલ પ્રથમ પતિના અવસાન બાદ નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ સાથે રહેતી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.