ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Flipkartના CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિએ ઓચિંતું આપી દીધું રાજીનામું, 11 વર્ષ બાદ કંપનીથી છેડો ફાડ્યો

બિઝનેસ / Flipkartના CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિએ ઓચિંતું આપી દીધું રાજીનામું, 11 વર્ષ બાદ કંપનીથી છેડો ફાડ્યો

Published By: Nirav Kumar

Last Updated: 12:39 AM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની મોટી ઇ-કોમર્સ કંપની Flipkartમાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે. જેમાં CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિએ 11 વર્ષ લાંબી સફર બાદ રાજીનામું આપવાનો નિર્ણય લેતાં બિઝનેસ જગતમાં ચર્ચા તેજ બની છે.

ADVERTISEMENT

ફ્લિપકાર્ટ ગ્રુપના CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિએ કંપની સાથે 11 વર્ષથી વધુ સમય પસાર કર્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેમાં કંપનીએ બુધવારે આ જાહેરાત કરીને આ ઈ-કોમર્સ જાયન્ટના સફરનું એક મહત્ત્વનું ચેપ્ટર પૂરું થતું જાહેર કર્યું છે.

જેમાં ફ્લિપકાર્ટે કહ્યું કે કૃષ્ણમૂર્તિએ ફ્લિપકાર્ટના વ્યવસાયને વિકસાવવા અને ભારતના ડિજિટલ કોમર્સ માર્કેટમાં કંપનીની સ્થિતિ મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જો કે ઓફીશીયલ જાહેરાતમાં તેમના જવાના કારણો જણાવવામાં આવ્યા નથી. આ ફેરફાર એવા સમયે થયો છે જ્યારે કંપની સંભવિત પબ્લિક લિસ્ટિંગ, પ્રોફેબીલીટી અને લાંબા ગાળાની સ્ટર્ટજી અંગેના સવાલોનો સામનો કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લિપકાર્ટના મેનેજમેન્ટ અને મધર કંપની વોલમાર્ટ વચ્ચે IPOની ટાઇમિંગ અને રોડમેપને લઈને મતભેદોને કારણે આ પગલું ભરાયું હોઈ શકે છે. વોલમાર્ટ જેની પાસે ફ્લિપકાર્ટમાં મોટો હિસ્સો છે તેમાં પબ્લિક લિસ્ટિંગ પહેલાં નફા અને ભાવિ વૃદ્ધિની વ્યૂહરચના અંગે વધુ સ્પષ્ટતા માંગતી હોવાનું કહેવાય છે. જો કે આ દાવાઓની ઓફીશીયલ પુષ્ટિ થઈ નથી.

કૃષ્ણમૂર્તિની આગેવાનીમાં કંપનીનો બિઝનેસ પાંચ ગણાથી વધુ વધ્યો હતો. The Big Billion Days સેલ ભારતના તહેવારી શોપિંગ સીઝનની ઓળખ બની ગઈ. જેમાં કંપનીએ અનેક ટેક્નોલોજી ઇનોવેશન લાવ્યા અને ગ્રાહકો તથા સેલર્સ માટે નવી સુવિધાઓ વિકસાવી હતી.

વધુ વાંચો : મોંઘવારીએ માઝા મૂકી, ડુંગળી અને ખાંડ સહિત આ ચીજવસ્તુઓના ભાવમાં થયો તોતિંગ વધારો

ઉલ્લેખનીય છે કે, વોલમાર્ટ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ અને CEO ક્રિસ નિકોલસે કહ્યું કે કલ્યાણને કારણે ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ બંને વધુ સારી બની છે. તેમને તેમની આગેવાની અને યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો અને આગળના સફર માટે શુભેચ્છા પાઠવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Flipkart Leadership Change Kalyan Krishnamurthy Flipkart CEO Resignation

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ