ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / 86 મામલતદારોની બદલી, 8 જુનિયર સ્કેલ અધિકારીઓને મળી નવી જવાબદારી, 3ને બઢતી
Last Updated: 09:33 PM, 25 November 2026
ADVERTISEMENT
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જાહેર કર્યા છે. 25 નવેમ્બર, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા બે અલગ-અલગ આદેશો મુજબ, મામલતદાર વર્ગ-2 સંવર્ગના 86 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1ના 8 અધિકારીઓને નવી જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ નાયબ મામલતદારોને બઢતી આપીને મામલતદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મહેસૂલ વિભાગના આદેશમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 86 મામલતદારોની નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. આ યાદીમાં કેટલાક અધિકારીઓને જિલ્લા કક્ષાની કચેરીઓમાં તો કેટલાકને તાલુકા અને શહેર સ્તરની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
મહેસાણાના બેચરાજી ખાતે ફરજ બજાવતા રાજેશકુમાર કાંદુવાલાને અરવલ્લી કલેક્ટર કચેરીમાં મૂકવામાં આવ્યા છે. અરવલ્લી કલેક્ટર કચેરીમાં કાર્યરત મીનલબેન પટેલને અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારમાં નવી જવાબદારી અપાઈ છે. અમદાવાદ શહેર પૂર્વના જિતેન્દ્રકુમાર દેસાઈને સુરત જિલ્લાના કામરેજ ખાતે મામલતદાર તરીકે નિયુક્ત કરાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પટડી-દસાડામાં ફરજ બજાવતા એચ.એમ. અમીનની મહેસાણાના બેચરાજીમાં બદલી થઈ છે. રાજકોટના જેતપુર શહેરના મહેશકુમાર બી. પાટોલિયાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં મૂકવામાં આવ્યા છે. જ્યારે દાહોદના ઝાલોદમાં ફરજ બજાવતા વનરાજસિંહ બારિયાને મહીસાગરના વિરપુર ખાતે જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
કચ્છના મુંદ્રામાં ફરજ બજાવતાં કલ્પનાબેન ગોંડિયાની મોરબી જિલ્લાના ટંકારામાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ મામલતદારોના કાર્યસ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મહેસૂલ વિભાગે ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1ના આઠ અધિકારીઓ માટે પણ નવા પોસ્ટિંગના આદેશ કર્યા છે.
વંદના એચ. પરમારને ગાંધીનગર ખાતે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC)ના આસિસ્ટન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. હિરલબેન બી. ભાલાળાને સુરતના GIDCના લેન્ડ એક્વિઝિશન યુનિટ-2માં સ્પેશિયલ ડ્યૂટી ઓફિસર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
પાર્થ એચ. તલસાણિયાની વડોદરામાં સ્ટેમ્પ ડ્યૂટી ડિવિઝન-2માંથી ડિવિઝન-1માં બદલી કરાઈ છે. એચ.એન. રાવલને મહેસાણાના SLAO યુનિટ-1માં અને હંસરાજસિંહ જે. ગોહિલને મોરબીમાં નાયબ કલેક્ટર-2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નીલેશ એચ. મકવાણાને છોટાઉદેપુરમાં નાયબ કલેક્ટર-1, મૃણાલદેવી એ. ગોહિલને ગાંધીનગરમાં સ્ટેમ્પ ડ્યૂટીના નાયબ કલેક્ટર અને હર્ષદિપ કે. આચાર્યને જામનગર શહેરના પ્રાંત અધિકારી તરીકે નવી જવાબદારી આપવામાં આવી છે.
ADVERTISEMENT
બદલીના આદેશોની સાથે ત્રણ નાયબ મામલતદારોને પણ બઢતીનો લાભ આપવામાં આવ્યો છે. નાયબ મામલતદાર વર્ગ-3માંથી મામલતદાર વર્ગ-2માં બઢતી આપીને તેમને નવી જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ મુજબ નિલેશ એ. ખરાડીને મહેસાણા જિલ્લાના વડનગર, અર્પણ એસ. ચાવડાને સાબરકાંઠા કલેક્ટર કચેરીમાં મામલતદાર-1 અને નરેન્દ્ર એન. ચૌધરીને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે જવાબદારી સોંપવામાં આવી છે.
86 મામલતદારોની યાદી





સંકળાયેલા મુદ્દાઓ
Kalpesh Kandoria has 10+ years of experience in the field of journalism. His areas of interest and expertise include politics, crime reporting, and current affairs.
વધુ વાંચો