ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:29 PM, 25 November 2026
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના સીબીઆઈ અને ઈડીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે અપ્રમાણસર સંપત્તિના આરોપોની તપાસ કરવાની મંજૂરી આપતા આદેશને રદ કર્યો છે.
ADVERTISEMENT
મામલો અલ્હાબાદ હાઈકોર્ટને મોકલાયો
CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે હવે આ મામલો નવી સુનાવણી માટે અલ્હાબાદ હાઈકોર્ટને મોકલી દીધી છે . CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી બેન્ચે આ મામલો નવી સુનાવણી માટે હાઈકોર્ટને પાછો મોકલી દીધો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ''હું ફાઈનલ વોર્નિંગ આપું છું'', યુવરાજ સિંહના પિતાને પૃથ્વી શોની ધમકી!
કોણે દાખલ કરી હતી ફરીયાદ
ADVERTISEMENT
હાઈકોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સીઓને રાહુલ ગાંધી સામે અપ્રમાણસર સંપત્તિના આરોપોની તપાસ કરવા અને ફરિયાદી શિશિર ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની જાણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આ મામલા પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. આ કેસમાં રાહુલ ગાંધીની અરજીની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કાર્યવાહીનો ઓડિયો બંધ કરી દીધો હતો. ફરિયાદી, વિગ્નેશ શિશિર, રૂબરૂ હાજર થયા હતા. તેમની વ્યક્તિગત હાજરીને કારણે, સુનાવણી દરમિયાન ઓડિયો અને વિડિયો બંધ કરવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.