ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં મગરના આકારનો અનોખો બ્રિજ બનશે, શહેરને નવું સીમાચિહ્ન મળશે

ગુજરાત / વડોદરામાં મગરના આકારનો અનોખો બ્રિજ બનશે, શહેરને નવું સીમાચિહ્ન મળશે

Published By: Hiralal Parmar

Last Updated: 01:44 PM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વામિત્રી નદી પર 57 મીટર લાંબો ફૂટ ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્તઃ રૂ. 12.7 કરોડના ખર્ચે બનનારા બ્રિજ પર એકસાથે 200 લોકો ઊભા રહી શકશે

ADVERTISEMENT

વડોદરાને ટૂંક સમયમાં એવું એક નવું સીમાચિહ્ન મળવાનું છે, જે શહેરની સૌથી આગવી ઓળખ પૈકીની એક એવી મગરની ઓળખને પ્રતિબિંબિત કરશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી) વિશ્વામિત્રી નદી પર કમાટીબાગ (સયાજીબાગ) ખાતે મગરની થીમ પર આધારિત 57 મીટર લાંબા ફૂટ ઓવરબ્રિજના નિર્માણ માટે દરખાસ્ત રજૂ કરશે. આ બ્રિજ હાલના માળખાના સ્થાને બનાવવામાં આવશે, જે પ્રાણી સંગ્રહાલયના બર્ડ હાઉસને સિંહ અને વાઘનાં પાંજરાં તરફના વિસ્તાર સાથે જોડે છે.

અંદાજે રૂ. 12.7 કરોડના ખર્ચે બનનારા આ પ્રસ્તાવિત બ્રિજને માત્ર રાહદારીઓ માટે નદી પાર કરવાના માર્ગ તરીકે નહીં, પરંતુ એક વિશિષ્ટ જાહેર સ્થળ અને પર્યટન આકર્ષણ તરીકે વિકસાવવાની યોજના છે. તેની સ્થાપત્ય ડિઝાઈન મગરથી પ્રેરિત હશે.

આ બ્રિજ પર એકસાથે ઓછામાં ઓછા 200 લોકોને સમાવી શકાય તેવી વ્યવસ્થા કરવાનું આયોજન છે. તેની ડિઝાઈનમાં લોકો એકત્ર થઈ શકે અને નદીનો નજારો માણી શકે તે માટે ખાસ જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. મુલાકાતીઓને આ બ્રિજ પરથી વિશ્વામિત્રી નદી અને તેમાં વસતા મગરોને નિહાળવા માટે એક નવો દૃષ્ટિકોણ મળશે. આ સાથે શહેરના લોકપ્રિય સયાજીબાગ વિસ્તારમાં વધુ એક આકર્ષણનો ઉમેરો થશે.

બ્રિજની ડિઝાઈન ભારે વાહનોના ભારને લગતાં માળખાકીય ધોરણો તેમજ રાહદારીઓ અને મુલાકાતીઓના વજનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. સમગ્ર બ્રિજના ડેકને પ્રતિ ચોરસ મીટર ૫૦૦ કિલોગ્રામનો ભાર સુરક્ષિત રીતે સહન કરી શકે તે રીતે બનાવવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો એકસાથે એકત્ર થાય ત્યારે પણ બ્રિજની સ્થિરતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ બિઝનેસ / NVIDIAમાં પાછા આવતાં જ જેનસન હુઆંગ પર થયો પૈસાનો વરસાદ, 1 દિવસમાં ₹300000ની કમાણી

વીએમસીના કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે આ બ્રિજ બનાવવાનો હેતુ એવો એક પ્રતિષ્ઠિત બ્રિજ ઊભો કરવાનો છે, જે વડોદરા શહેરના ઈતિહાસ, સાંસ્કૃતિક વારસા અને પ્રાકૃતિક સૌંદર્ય સાથે સુસંગત હોય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Vadodara news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ