ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / લગ્નની પહેલી વર્ષગાંઠ પહેલાં સૌરવ જોશીએ પત્નીને આપી 6.86 લાખની Rolex ઘડિયાળ, અવંતિકા રહી ગઈ દંગ!
Last Updated: 02:43 PM, 25 November 2026
ADVERTISEMENT
પત્ની માટે આ સરપ્રાઇઝની સૌરવે એક વર્ષથી તૈયારી કરી હતી.અવંતિકાને આ વાતની જરાય જાણ થવા દીધી નહોતી.તેમણે દિલ્હી જવાનું કારણ પણ શૂટિંગ હોવાનું જણાવ્યું હતું.પહેલાં બંને સાથે મનપસંદ જગ્યાએ જમવા ગયાં અને પછી શોરૂમ પહોંચ્યાં.જ્યારે સૌરવે Rolex ઘડિયાળ ભેટ આપી ત્યારે અવંતિકા આશ્ચર્યમાં પડી ગઈ હતી.
ADVERTISEMENT
સૌરવ જોશી અને અવંતિકાની પહેલી વેડિંગ એનિવર્સરી નજીક આવી રહી છે. આ ખાસ પ્રસંગને યાદગાર બનાવવા માટે સૌરવે પત્ની માટે મોંઘી ગિફ્ટની યોજના બનાવી હતી. તેમણે Rolex Oyster Perpetual ઘડિયાળ પસંદ કરી હતી, જેની કિંમત આશરે 6,86,100 રૂપિયા હોવાનું કહેવાય છે.સૌરવે આ ગિફ્ટ વિશે અવંતિકાને કોઈ જાણ થવા દીધી નહોતી. તેમણે અવંતિકાને કહ્યું હતું કે બંનેએ શૂટિંગના કામ માટે દિલ્હી જવાનું છે. દિલ્હી પહોંચ્યા બાદ પહેલાં તેઓ અવંતિકાની મનપસંદ જગ્યાએ જમવા ગયાં. ત્યારબાદ બંને શોપિંગ માટે પહોંચ્યાં. અવંતિકાએ પહેલાં Louis Vuittonમાંથી ખરીદી કરી અને પછી બંને Rolexના શોરૂમમાં ગયાં.અહીં સૌરવે અચાનક અવંતિકાને Rolex ઘડિયાળ ભેટ આપી. આ જોઈને અવંતિકા ચોંકી ગઈ હતી. શરૂઆતમાં તો તેમને લાગ્યું કે સૌરવ તેમની સાથે મજાક કરી રહ્યા છે. જોકે, આ ખરેખર સરપ્રાઇઝ હતું તે સમજાતાં તેમની ખુશીનો પાર રહ્યો નહોતો.
ADVERTISEMENT
🚨 Breaking Sourav Joshi gifted rolex rs-35lack fr Avantika 🥵 even Anant Ambani can't do this श्री गणेश #513वां_दिव्य_धर्म_यज्ञ_दिवस Watch Sant RampalJi YtLive Justice For Bapuji #BiggBoss20 #ReleaseInnocent Sant Samaj #KarthigaiDeepam बड़ी श्रद्धा AVENGERS DOOMSDAY https://t.co/9HTKVBDHEl
— Rolexx. OG 👑 (@Kig__x76331) November 25, 2026
ADVERTISEMENT
સૌરવ જોશી અને અવંતિકા ભટ્ટના લગ્ન 6 ડિસેમ્બર 2025ના રોજ ઉત્તરાખંડના ઋષિકેશમાં થયા હતા. ગંગા કિનારે આવેલા અલોહા ઓન ધ ગંગા રિસોર્ટમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્નપ્રસંગ યોજાયો હતો. આ એક ખાનગી સમારોહ હતો.લગ્ન બાદ સૌરવે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી હતી. ત્યારથી બંનેની જોડી અને તેમની સાથેની તસવીરો ચાહકોમાં ચર્ચાનો વિષય બની છે. હવે લગ્નની પહેલી વર્ષગાંઠ પહેલાં મળેલી આ મોંઘી ગિફ્ટને કારણે બંને ફરી ચર્ચામાં આવ્યાં છે.
ADVERTISEMENT
અવંતિકા ભટ્ટ ઉત્તરાખંડના હલ્દવાનીનાં રહેવાસી છે. લગ્ન પહેલાં તેઓ સાવરવની જેમ સતત લાઇમલાઇટમાં રહેતાં નહોતાં. તેમને ફેશન, લાઇફસ્ટાઇલ અને બ્યુટી સંબંધિત કન્ટેન્ટમાં રસ છે. સોશિયલ મીડિયા પર પણ તેમની સારી ફેન ફોલોઇંગ છે.સાવરવ સાથે લગ્ન થયા બાદ અવંતિકાની લોકપ્રિયતામાં વધારો થયો છે. હવે ચાહકો તેમની લાઇફસ્ટાઇલ, કપડાં, શોપિંગ અને સાવરવ સાથેની તસવીરોમાં પણ રસ દાખવે છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા પણ વધી રહી છે.
ADVERTISEMENT
સૌરવ જોશી પત્ની અવંતિકાને મોંઘી ગિફ્ટ આપવા માટે જાણીતા છે. સપ્ટેમ્બર 2026માં અવંતિકાના જન્મદિવસ નિમિત્તે તેમણે તેમને Land Rover Defender 110 X ગિફ્ટ કરી હતી. આ લક્ઝરી SUVની એક્સ-શોરૂમ કિંમત આશરે 1.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.સૌરવે આ ખાસ ગિફ્ટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હવે જન્મદિવસે કરોડોની કાર અને લગ્નની પહેલી વર્ષગાંઠ પહેલાં લાખોની Rolex ઘડિયાળ મળતાં અવંતિકાને સૌરવ તરફથી વધુ એક યાદગાર ભેટ મળી છે.
ADVERTISEMENT
સૌરવ જોશી પોતાના વ્લોગ્સના કારણે મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચ્યા છે. તેમના પરિવાર સાથે જોડાયેલી વાતો અને રોજિંદા જીવનના વીડિયો ચાહકોને પસંદ આવે છે. લગ્ન બાદ અવંતિકા પણ તેમના વ્લોગ્સમાં જોવા મળવા લાગી છે.હવે ચાહકો સૌરવની સાથે અવંતિકાની લાઇફસ્ટાઇલ અને તેમની જોડી વિશે પણ જાણવા ઉત્સુક રહે છે. Rolex ઘડિયાળનું સરપ્રાઇઝ હોય કે જન્મદિવસે મળેલી Defender કાર, બંનેની આવી ખાસ પળો સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.