ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દેશના શેરબજારમાં ગુજરાતનો દબદબોઃ માર્કેટ કેપિટલાઈઝેશનમાં બીજા ક્રમે પહોંચ્યું
Last Updated: 01:52 PM, 25 November 2026
ADVERTISEMENT
દેશનાં શેરબજારમાં ગુજરાતે વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. દેશની કુલ માર્કેટ કેપિટલાઈઝેશનમાં 15 ટકા હિસ્સા સાથે ગુજરાત બીજા ક્રમે પહોંચ્યું છે. એટલું જ નહીં, શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યાની દૃષ્ટિએ પણ 14.2 ટકા હિસ્સા સાથે ગુજરાતે દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું છે. 31 ઓક્ટોબર સુધીના બજારના આંકડા અનુસાર ગુજરાતે આ બંને માપદંડોમાં દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુ જેવા મોટા આર્થિક કેન્દ્રોને પાછળ છોડ્યાં છે.
ADVERTISEMENT
આ ગણતરી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન અત્યાર સુધીના આંકડાઓ (FY27TD) માટે સીએમઆઈઈ પ્રોવેસ, એલએસઈ વર્કસ્પેસ અને એનએસઈ ઈપીઆર પાસેથી મેળવેલી કુલ 3353 કંપનીઓના સંયુક્ત ડેટાના આધારે કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર 42.1 ટકા હિસ્સા સાથે માર્કેટ કેપિટલાઈઝેશનમાં દેશભરમાં પ્રથમ સ્થાને છે. દેશની કુલ માર્કેટ મૂડીમાં તેનો હિસ્સો ગુજરાત કરતાં ઘણો વધારે છે. મુંબઈ દેશનું નાણાકીય કેન્દ્ર હોવાથી આ સ્થિતિ સ્વાભાવિક છે. મહારાષ્ટ્રનો લિસ્ટેડ કંપનીઓમાં પણ 31.4 ટકા હિસ્સો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં શેરબજારમાં રોકાણની સંસ્કૃતિ મજબૂત
અમદાવાદ સ્થિત સ્ટોક બ્રોકર અને મર્ચન્ટ બેન્કર વનેશ પંચાલના મતે ગુજરાતમાં ઉદ્યોગસાહસિકતા અને ઈક્વિટીમાં રોકાણ કરવાની ઊંડી સંસ્કૃતિ છે. રાજ્યમાં સતત એવી કંપનીઓનું સર્જન થયું છે, જે શેરબજારમાં પ્રવેશી છે. છેલ્લા એક દાયકામાં વિવિધ ક્ષેત્રોની ઘણી નવી લિસ્ટેડ કંપનીઓએ પણ સારો દેખાવ કર્યો છે.
ADVERTISEMENT
તેમણે જણાવ્યું કે ગુજરાતમાં મુખ્ય મથક ધરાવતા મોટાં કોર્પોરેટ જૂથોએ રોકાણકારોનો રસ જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અદાણી, ટોરેન્ટ અને ઝાયડસ જેવી મોટી કંપનીઓએ રોકાણકારોનો વિશ્વાસ જાળવવામાં મદદ કરી છે. આ ઉપરાંત, શેરબજારમાં પ્રવેશવા તૈયાર થઈ રહેલી અન્ય કંપનીઓની મોટી સંખ્યાએ પણ ભારતીય શેરબજારમાં ગુજરાતની હાજરીને વધુ વિસ્તારી છે.
લિસ્ટેડ કંપનીઓની સંખ્યાની દૃષ્ટિએ પણ ગુજરાતની સ્થિતિ સ્પષ્ટપણે મજબૂત છે. દેશમાં લિસ્ટેડ કંપનીઓમાં ગુજરાતનો ૧૪.૨ ટકા હિસ્સો છે, જ્યારે દિલ્હીની 12.2ટકા હિસ્સેદારી છે. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ બંને 6.4 ટકા હિસ્સા સાથે ચોથા સ્થાને છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો