ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / સંવિધાનની રક્ષાના મુદ્દે કોંગ્રેસ પર ભાજપના પ્રહાર, અનિલ પટેલે લગાવ્યા ગંભીર આક્ષેપ
Last Updated: 08:37 PM, 25 November 2026
ADVERTISEMENT
સંવિધાનની રક્ષાના મુદ્દે ગુજરાત ભાજપાના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ કે, કોંગ્રેસે આઝાદી પછી અનેક વખત સંવિધાનની હત્યા કરી છે. કોંગ્રેસ બોલિવૂડ પિક્ચર ચોર મચાયે શોર અને બંટી અને બબલી જેવી છે.
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યુ હતુ કે, કોંગ્રેસે આઝાદી પછી અનેક ચૂંટણીઓ અને લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારોને કલમ ૩૫૬ નો દુરુપયોગ કરીને બરખાસ્ત કરી સરકારોની ચોરી કરી છે. ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસની સ્થાપનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે 1885 માં મિ.હ્યુમ નામના અંગ્રેજ દ્વારા સ્થાપિત કોંગ્રેસે આઝાદી પછીથી લઈને 2014 સુધી સતત ભારતને લૂંટવાનું કામ કર્યું છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ મહત્વપૂર્ણ નિર્ણય / ગુજરાતમાં ઘર ખરીદતા પહેલા જાણી શકશો બિલ્ડરની કુંડળી, RERA લાવશે નવું ફીચર
ડો.અનિલ પટેલે વધુમાં કહ્યુ કે, ઓરિસ્સાના તત્કાલીન મુખ્યમંત્રી ગિરધર ગોમાંગે લોકસભામાં ગેરકાયદેસર રીતે એક મત આપીને અટલ બિહારી વાજપેયીજીની સરકાર પાડી હતી. કોંગ્રેસના હાલના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 2015 માં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીની જરૂર નથી એવું કેમ કહ્યું હતું? 2015 માં સંસદમાં લોકસભામાં કોંગ્રેસે સંવિધાન ગૌરવ દિવસની ચર્ચામાં કેમ ભાગ લીધો ન હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો