ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં ઘર ખરીદતા પહેલા જાણી શકશો બિલ્ડરની કુંડળી, RERA લાવશે નવું ફીચર

મહત્વપૂર્ણ નિર્ણય / ગુજરાતમાં ઘર ખરીદતા પહેલા જાણી શકશો બિલ્ડરની કુંડળી, RERA લાવશે નવું ફીચર

Published By: Pravin Joshi

Last Updated: 07:27 PM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઘર, ફ્લેટ કે કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદવાનું આયોજન કરી રહેલા ગ્રાહકોના હિતમાં ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરાત રેરા) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

ADVERTISEMENT

જીવનભરની મૂડી લગાવીને સપનાનું ઘર કે દુકાન ખરીદતા સામાન્ય નાગરિકો સાથે થતી છેતરપિંડી અટકાવવા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA) એ એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. હવે રાજ્યમાં કોઈ પણ પ્રોપર્ટી ખરીદતા પહેલા ગ્રાહકો સંબંધિત બિલ્ડર કે પ્રમોટરનો સંપૂર્ણ ભૂતકાળ અને કામગીરીનો હિસાબ-કિતાબ ઓનલાઇન તપાસી શકશે. આ માટે ગુજરાત રેરાના સત્તાવાર વેબ પોર્ટલ પર દરેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના પેજ પર 'પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ' (Promoters Track Record) નામનો વિશેષ વિભાગ ઉમેરવામાં આવી રહ્યો છે.

RERA

બિલ્ડરનો કયો કયો ડેટા જાહેર થશે?

અત્યાર સુધી ગ્રાહકો માત્ર પ્રોજેક્ટનું લોકેશન, આકર્ષક સુવિધાઓ અને કિંમત જોઈને પ્રોપર્ટી બુક કરાવી લેતા હતા, પરંતુ બિલ્ડરની અગાઉની વિશ્વસનીયતા વિશે તેમને અંધારામાં રહેવું પડતું હતું. નવી સુવિધા અમલમાં આવ્યા બાદ ખરીદદારોને એક જ ક્લિક પર નીચે મુજબની મહત્વની માહિતી મળી રહેશે:

અગાઉના પ્રોજેક્ટ્સનો ઈતિહાસ: બિલ્ડરે રાજ્યમાં અગાઉ કયા-કયા પ્રોજેક્ટ્સ બનાવ્યા છે અને તે સમયસર પૂર્ણ થયા છે કે નહીં તેની વિગત જાણી શકાશે.

ફરિયાદો અને ચુકાદાની નકલ: પ્રમોટરના અન્ય પ્રોજેક્ટ્સમાં ગ્રાહકો દ્વારા કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ, તેનો નિકાલ કેવી રીતે આવ્યો અને રેરા ઓથોરિટીએ શું ચુકાદો આપ્યો તેની નકલ પણ પોર્ટલ પર જોઈ શકાશે.

પેનલ્ટી અને કાર્યવાહી: નિયમોના ભંગ બદલ ગુજરાત રેરા દ્વારા બિલ્ડર સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોય કે પેનલ્ટી ફટકારવામાં આવી હોય, તો તેની સ્પષ્ટ વિગતો પણ દર્શાવાશે.

પ્રોગ્રેસ રિપોર્ટની નિયમિતતા: બિલ્ડરે પોતાના વિવિધ પ્રોજેક્ટ્સના કેટલા ત્રિમાસિક પ્રોગ્રેસ રિપોર્ટ સમયસર જમા કરાવ્યા છે તે પણ જોઈ શકાશે, જેનાથી બિલ્ડરની જવાબદારી અને કામગીરી પ્રત્યેની ગંભીરતાનો અંદાજ આવશે.

RERA

કોઈ પણ લોગ-ઈન વગર 17,000+ પ્રોજેક્ટ્સની માહિતી ઉપલબ્ધ

ગુજરાત રેરાના વેબ પોર્ટલ (gujrera.gujarat.gov.in) પર હાલ રાજ્યના 17 હજારથી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની વિગતો ઉપલબ્ધ છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે આ માહિતી જોવા માટે નાગરિકોએ કોઈ પણ પ્રકારનું લોગ-ઈન કે રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. ખરીદદારો માત્ર પ્રોજેક્ટનું નામ અથવા RERA રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને પ્રોજેક્ટના મંજૂર થયેલા બિલ્ડિંગ પ્લાન, કાર્પેટ એરિયા, બુકિંગ સ્ટેટસ, પ્રોજેક્ટ પૂર્ણ થવાની નિર્ધારિત તારીખ અને બાંધકામની વર્તમાન પ્રગતિ ચકાસી શકે છે.

વધુ વાંચો : બારડોલીમાં આખા પરિવારને નહેરમાં ફેંકી દેવાયો, માતાપિતા-બાળકનું મોત, 13 વર્ષનો પુત્ર જીવીત બચ્યો

રિયલ એસ્ટેટ માર્કેટમાં પારદર્શિતા વધશે

રેરાના આ નિર્ણયથી મધ્યમ વર્ગના પરિવારો અને રોકાણકારોને સૌથી મોટો ફાયદો થશે. પ્રોપર્ટીમાં નાણાં રોકતા પહેલા જ બિલ્ડરનો ટ્રેક રેકોર્ડ સામે આવી જવાથી વિવાદિત કે બેદરકાર બિલ્ડરોથી બચી શકાશે. સાથે જ, બિલ્ડરો પર પણ સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવા અને ગ્રાહકોને યોગ્ય સેવા આપવાનું નૈતિક અને કાયદાકીય દબાણ વધશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GujaratRealEstate GujRERA PropertyBuyers

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ