ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભવનાથના કિન્નર અખાડામાં હુમલાની ઘટના,શિવગીરી સામે ગંભીર આક્ષેપો, પોલીસ દ્વારા શોધખોળ
Last Updated: 06:36 PM, 25 November 2026
ADVERTISEMENT
જૂનાગઢના પવિત્ર ભવનાથ ક્ષેત્રમાં આવેલા કિન્નર અખાડામાં મારામારીની ઘટના સામે આવતા ધાર્મિક વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. અખાડામાં ભજન સંધ્યાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન શિવગીરી નામના શખ્સ અને તેની સાથે આવેલા અમુક શખ્સોએ મહામંડલેશ્વર સહિત અખાડાના મહંતો પર હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. અભદ્ર ભાષાના ઉપયોગને લઈને શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.
ADVERTISEMENT
ભવનાથ ખાતે આવેલા કિન્નર અખાડામાં ધાર્મિક માહોલ વચ્ચે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિવગીરી નામના શખ્સ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના મુદ્દે અખાડાના સાધુ-સંતો સાથે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ ધીમે ધીમે ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન શિવગીરી અને તેની સાથે આવેલા અન્ય શખ્સોએ ઉશ્કેરાઈને મહામંડલેશ્વર સહિત અખાડાના મહંતો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.
હુમલો કર્યા બાદ શિવગીરી અને તેની સાથે આવેલા તમામ શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. મારામારીની ઘટનાને પગલે કિન્નર અખાડા દ્વારા તાત્કાલિક ઇમરજન્સી સેવા 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ભવનાથ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ હુમલાના આક્ષેપમાં સંડોવાયેલા શિવગીરી અને તેની સાથે આવેલા અન્ય શખ્સોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે ગિરનારી માતા ઉર્ફે સ્વીટુ માતાજીએ શિવગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, શિવગીરી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, અગાઉ કિન્નર અખાડાના પીઠાધીશ્વર માતાજી પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
કિન્નર અખાડા દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને હુમલામાં સંડોવાયેલા તમામ શખ્સોને તાત્કાલિક ઝડપી પાડવાની માગ કરવામાં આવી છે. સાથે જ આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રીપીટ ન થાય તે માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ