ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બાળકો વધારવાથી સંસ્કૃતિ નહીં બચે, જે છે તેને મજબૂત બનાવો, દીકરીને રાણી લક્ષ્મીબાઈ તો દીકરાને શિવાજી બનાવો: લાલજી પટેલ

ગુજરાત / બાળકો વધારવાથી સંસ્કૃતિ નહીં બચે, જે છે તેને મજબૂત બનાવો, દીકરીને રાણી લક્ષ્મીબાઈ તો દીકરાને શિવાજી બનાવો: લાલજી પટેલ

Published By: Kalpesh Kandoriya

Last Updated: 04:47 PM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની ત્રીજા સંતાન માટે પ્રોત્સાહન રકમની જાહેરાતને SPG પ્રમુખ લાલજી પટેલે વખોડી કાઢી.

ADVERTISEMENT

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ત્રીજા સંતાનના જન્મને પ્રોત્સાહન આપવા માટે 51 હજારની FD આપવાની જાહેરાત બાદ હવે ચર્ચા તેજ બની છે. પાટીદાર સમાજની આ પહેલને વખોડી કાઢતાં SPG ગ્રુપના પ્રમુખ લાલજી પટેલે પ્રતિક્રિયા આપી, તેમણે સ્પષ્ટ કર્યું છે કે માત્ર બાળકોની સંખ્યા વધારવાથી સમાજની સંસ્કૃતિ બચાવી શકાતી નથી. સમાજને મજબૂત બનાવવા માટે બાળકોની સંખ્યા કરતાં તેમનામાં સંસ્કાર, શિક્ષણ અને અન્યાય સામે લડવાની ક્ષમતા વિકસાવવી વધુ જરૂરી છે.

લાલજી પટેલે , SPG પ્રમુખ

બાળકો વધારવાથી સમાજની સંસ્કૃતિ બચવાની કે મજબૂત થવાની નથી. જે દીકરો કે દીકરી છે, તેને મજબૂત બનાવો. બાળકો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે એવાં હોવા જોઈએ વધુ સંખ્યામાં બાળકો હોવાથી કંઈ ન થાય.

આ પણ વાંચો- રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, આવક કરતાં વધારે સંપત્તિના કેસમાં નહીં થાય તપાસ

લાલજી પટેલે બાળકોને મહાન ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રનાયકોના આદર્શો પર ઘડવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે દીકરો હોય તો તેને છત્રપતિ શિવાજી મહારાજ, ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા બનાવો, જ્યારે દીકરી હોય તો તેને રાણી લક્ષ્મીબાઈ જેવી બનાવો. બાળકોમાં એવી હિંમત અને આત્મવિશ્વાસ વિકસાવવા જોઈએ કે તેઓ આવનારા સમયમાં કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકે.

તેમણે વધુમાં જણાવ્યું કે બાળકોને એવા સંસ્કાર આપવા જોઈએ કે તેઓ અન્યાય સામે લડી શકે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Kadva Patidar Community Third Child Incentive Lalji Patel

Published by

Kalpesh Kandoriya

Kalpesh Kandoria has 10+ years of experience in the field of journalism. His areas of interest and expertise include politics, crime reporting, and current affairs.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ