ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુનેગારોને પકડીને સમાજને સુરક્ષિત રાખનારા જનરક્ષકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ VTV News કર્તવ્ય સન્માનથી બિરદાવ્યા
Last Updated: 06:05 PM, 25 November 2026
ADVERTISEMENT
સમાજમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની જાળવણીથી લઈને અસામાજિક તત્ત્વો અને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા સુધીની અત્યંત કપરી જવાબદારી પોલીસદળ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. ક્યારેક દાયકાઓ જૂના હત્યા અને લૂંટના ગૂંચવાયેલા કેસોના તાંતણા જોડવાના હોય, તો ક્યારેક આંતરરાજ્ય ગેંગના કુખ્યાત ગુનેગારોને દબોચવા અન્ય રાજ્યોમાં વેશપલટો કરીને દિલધડક ઓપરેશન પાર પાડવાં પડે છે. બીજી તરફ, અકસ્માત કે આકસ્મિક આપત્તિમાં ફસાયેલા નાગરિકોનો જીવ બચાવવાથી માંડીને હતાશામાં આત્મહત્યાનો પ્રયાસ કરતી વ્યક્તિને નવજીવન આપવા સુધી પોલીસ ખાખી વર્દીની પાછળ રહેલી માનવતાની ફરજ પણ અદા કરે છે. પોલીસદળની આવી જ અપ્રતિમ ફરજનિષ્ઠા, સાહસ, સમર્પણ અને સંવેદનશીલતાને સમાજ સમક્ષ ઉજાગર કરવા VTV News દ્વારા ‘પોલીસ કર્તવ્ય સન્માન’ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT

આ ગરિમાપૂર્ણ સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ પોલીસ કમિશનરેટ તથા ગાંધીનગર રેન્જના વિવિધ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુનાખોરી સામેની લડાઈમાં અસાધારણ પરાક્રમ દાખવનારા જવાનોને એવોર્ડ એનાયત કરીને તેમની કર્તવ્યપરાયણતાને બિરદાવવામાં આવી હતી.
ADVERTISEMENT

ભગવદગીતાના શાશ્વત સંદેશ ‘પરિત્રાણાય સાધૂનાં, વિનાશાય ચ દુષ્કૃતામ્’ ના ભાવને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસને સમાજના અભેદ્ય સુરક્ષાકવચ તરીકે પ્રસ્તુત કરવામાં આવી હતી. સમારોહની શરૂઆત પરંપરાગત તુલસીના છોડમાં જળ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપરાંત અમદાવાદના મેયર હિતેશ બારોટ, સમભાવ ગ્રૂપના CMD મનોજભાઈ વડોદરિયા, ડિરેક્ટર જગદીશભાઈ પાવરા તેમજ VTV Newsના એડિટર હેમંત ગોલાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નીરજ બડગુજર, (જેસીપી, સેક્ટર 1), શરદ સિંઘલ, (JCP, ક્રાઈમ બ્રાંચ), અશોકકુમાર યાદવ, (IGP, CID ઈન્ટેલિજન્સ), વિરેન્દ્રસિંહ યાદવ, (રેન્જ IG, ગાંધીનગર), અશ્વિન ચૌહાણ,(JCP, ટ્રાફિક, અમદાવાદ), તરુણ દુગ્ગલ, (એડિ. કમિશનર ઓફ પોલીસ, અમદાવાદ એડમિન), રાહુલ ત્રિપાઠી, (DCP, SOG), હિમકરસિંઘ, (DCP, EOW), હર્ષદ પટેલ, (DCP, ઝોન 1), રૂપલ સોલંકી, (DCP, ઝોન 3), અતુલ બંસલ, (DCP, ઝોન 4), ડૉ. જીતેન્દ્ર અગ્રાવલ, (DCP, ઝોન 5), રીમા મુન્શી, (DCP, કંટ્રોલ રૂમ), નરેશ કંજારિયા, (DCP, ટ્રાફિક ઈસ્ટ) પણ હાજર રહ્યા.
ADVERTISEMENT

કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌ પ્રથમ પોલીસ કર્મચારીઓના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું,"ખાખી પાછળ જો સૌથી વધારે કોઈનું યોગદાન હોય તો પોલીસ કર્મચારીઓના પરિવારજનોનું છે.આપણાં સૌના તહેવારો સારા જાય એ માટે દિન-રાત પોલીસના જવાનો જાગતા રહે છે. ત્યારે ખરેખર જો અભિનંદન આપવા હોય તો સૌપ્રથમ અભિનંદન તો પોલીસના પરિવારજનોને આપવા જોઈએ. કારણ કે પોલીસ જવાનોને ભાગ્યે જ કોઈ તહેવાર સાથે મનવવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે." સાથે જ VTVના મંચ પરથી તેમણે ડ્રગ્સ સામેની મુહિમને લડાઈની જેમ લેવા પોલીસ કર્મચારીઓને અપીલ કરી. તેમણે ઉમેર્યું,"રાજ્યના ખૂણેખૂણેથી એક પણ ડ્રગ્સ પેડલર ના બચે તો જ સંતોષ લેજો. કારણ કે આપણે માનવતા માટેની જંગ જીતવાની છે. ડ્રગ્સના દાનવોને ખૂણે-ખૂણેથી પકડીને તેઓ જે ભાષામાં સમજે તે પ્રકારે ચિંતા કર્યા વગર કામ કરવાનું છે."
ADVERTISEMENT

અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ કહ્યું કે,"યુવાધનને બચાવવા માટે ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન ચલાવવું આપણા સૌ માટે મોટો પડકાર છે. પોલીસની કામગીરીની ઘણીવાર ટીકા થાય છે, પરંતુ પોલીસ ઘણીવાર પડદા પાછળ રહીને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે.પોલીસની ભૂલ હોય તો ટીકા થવી પણ જોઈએ, કારણ કે પોલીસ પણ આપણા જ સમાજમાંથી આવે છે. આ કાર્યક્રમ બાદ એવોર્ડ મેળવનારા પોલીસકર્મીઓની જવાબદારી ખૂબ વધી જાય છે. કોઈ કામગીરી જુએ કે ન જુએ, પરંતુ દરેક પોલીસકર્મીએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અને સારી રીતે બજાવતાં રહેવું જોઈએ."
ADVERTISEMENT

અમદાવાદ પોલીસ કમિશનરેટ હેઠળની ક્રાઇમ બ્રાંચ, વિવિધ પોલીસ સ્ટેશન અને એલસીબીની ટીમોએ ગંભીર અને જટિલ ગુનાઓનો ભેદ ઉકેલવામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. યુવાધનને બરબાદ કરતા કરોડો રૂપિયાના ડ્રગ્સના નેટવર્કને રાજ્યમાં ફેલાતું અટકાવવાથી લઈને 34 વર્ષ જૂના હત્યાના કેસનો ભેદ ઉકેલવા સુધીની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલીસકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

અમદાવાદ પોલીસ કમિશનરેટ અને ગાંધીનગર રેન્જના પોલીસકર્મીઓએ ડ્રગ્સ, હત્યા, ઘરફોડ ચોરી, સાયબર ફ્રોડથી લઈને આંતરરાજ્ય ગેંગ સામેની કામગીરીમાં મેળવેલી સિદ્ધિ બદલ સન્માન મેળવ્યું હતું. અમદાવાદ પોલીસ કમિશનરેટના સન્માનિત અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીની વિગતો નીચે મુજબ છેઃ
એસ.એ. કોટડિયા (PI, નરોડા પોલીસ સ્ટેશન): ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ સઘન કામગીરી કરીને કરોડો રૂપિયાનો નશીલો જથ્થો રાજ્યમાં ફેલાતો અટકાવવા બદલ.

એ.પી. જેબલિયા (PI, ક્રાઇમ બ્રાંચ), એ.બી. દેસાઈ (PSI, ક્રાઇમ બ્રાંચ) અને સૈફલખાન (પોલીસ કોન્સ્ટેબલ, ક્રાઇમ બ્રાંચ): વટવા વિસ્તારમાં 34 વર્ષ જૂના મહિલા હત્યા કેસ અને વર્ષ ૨૦૧૭ના અન્ય એક મહિલા હત્યા કેસનો વૈજ્ઞાનિક તથા ટેકનિકલ પુરાવાના આધારે સચોટ ભેદ ઉકેલવા બદલ.
કે.કે. જાડેજા (PSI, LCB, ઝોન-5): ઓનલાઇન કેબ બૂક કરીને ઘરફોડ ચોરીને અંજામ આપતી ‘ટેણીમેણી ગેંગ’ને ઝડપી પાડવા તેમજ નિકોલના સિંગલ હોન્ડા શો-રૂમના ગોડાઉનમાંથી ચોરાયેલાં ૨૬ એક્ટિવાના ગુનાનો ભેદ ઉકેલવા બદલ.
કે.ડી. પટેલ (PSI, LCB, ઝોન-2): વર્ષ 2009ના ડબલ મર્ડરમાં ૧૫ વર્ષથી ફરાર ત્રણ આરોપી, વર્ષ 2003ના હત્યા કેસમાં ૨૨ વર્ષથી ફરાર આરોપી અને વર્ષ 2012ના લૂંટ-ધાડના કેસમાં ૧૩ વર્ષથી ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા બદલ.
એચ.ડી. વાઘેલા (PSI, LCB, ઝોન-7), રવિરાજસિંહ મહિપતસિંહ અને હિતેન્દ્રસિંહ ફતેસિંહ (હેડ કોન્સ્ટેબલ, એલસીબી ઝોન-7૭): રાજસ્થાનના ઉદયપુરમાં હત્યા કરીને ફરાર થયેલા ‘નઈમ હેકર’ ગેંગના બે ઇનામી ગેંગસ્ટરને સરખેજમાંથી દબોચી લેવા તથા ઉત્તરપ્રદેશની લૂંટ-ચોરી કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડવા બદલ.
એસ.જે. જાડેજા (PI, ક્રાઇમ બ્રાંચ): અમદાવાદ અને સુરતમાંથી કુલ રૂ. 2.38 કરોડની કિંમતની રૂ. 500ના દરની બનાવટી ચલણી નોટો સાથે એક મહિલા સહિત સાત આરોપીઓને ઝડપી પાડવાના ઓપરેશન બદલ.
જગદીશકુમાર અને રોહિતકુમાર (લોકરક્ષક, ચાંદખેડા પોલીસ સ્ટેશન): વર્ષ 2025-26દરમિયાન સાયબર ફ્રોડની અરજીઓમાં ત્વરિત અને ઊંડાણપૂર્વક તપાસ કરીને ભોગ બનનાર નાગરિકોને રૂ. 2.02,46,530ની માતબર રકમ પરત અપાવવા બદલ.
કુંજનબહેન ભાણજીભાઈ (વુમન પોલીસ કોન્સ્ટેબલ, ટ્રાફિક પોલીસ સ્ટેશન): 23 ઓગસ્ટ, 2026ના રોજ રિક્ષામાં પ્રસૂતિની પીડા ઉપડેલી સગર્ભા મહિલાને સમયસર મદદ કરીને સ્થળ પર જ સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં માનવતાભરી ભૂમિકા ભજવવા બદલ.
એન.એસ. સિંઘ અને એસ.જે. દેસાઈ (PSI, સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન): મધ્યપ્રદેશની કુખ્યાત ‘બાપુડા ગેંગ’ને ઝડપી પાડી સોલા હાઈકોર્ટ અને નરોડાના ત્રણ ઘરફોડ ચોરીના ગુના ઉકેલવા તથા ત્રણ આરોપીઓ પાસેથી ૨૦ વાહનચોરીના ગુના ડિટેક્ટ કરવા બદલ.
મીનાબહેન રણછોડભાઈ (પોલીસ કોન્સ્ટેબલ, રિવરફ્રન્ટ ઇસ્ટ): 5 જાન્યુઆરી, 2025ના રોજ રિવરફ્રન્ટ વોકવે પર નદીમાં ઝંપલાવવા જતી મહિલાને સમયસર બચાવી, તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરીને અમૂલ્ય જીવન બચાવવા બદલ.
પરેશભાઈ કલ્યાણભાઈ અને હિતેશકુમાર દિનેશભાઈ (હેડ કોન્સ્ટેબલ, સરદારનગર પોલીસ સ્ટેશન): પીસીઆર-૪૫ની ટીમ તરીકે ફરજ બજાવતાં 11 જૂન, 2026ના રોજ નરોડાની ગોકુલધામ સોસાયટીમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર 16 વર્ષીય કિશોરીને સમયસૂચકતાથી બચાવી લેવા બદલ.
પંકેશકુમાર ધનાભાઈ (પોલીસ કોન્સ્ટેબલ, ખાડિયા પોલીસ સ્ટેશન) અને ચિંતન માવજીભાઈ (LCB ઝોન-૩): વર્ષ 2024માં ગાંધી રોડ સ્થિત સોનાની દુકાનમાં થયેલી કરોડોની લૂંટ અને ફાયરિંગના ચકચારી કેસમાં આરોપીને દિલ્હીથી ઝડપી પાડવા તથા ખાડિયા અને જામનગરના વણઉકલ્યા ગુનાઓનો ભેદ ઉકેલવા બદલ.
એમ.બી. નકુમ (PI, સાયબર ક્રાઇમ): રાજકોટના પાયલ મેટરનિટી હોમના સીસીટીવી ફૂટેજ યુ-ટ્યૂબ અને ટેલિગ્રામ પર વાઈરલ કરનારા તત્ત્વો સામે સાયબર ટેરરિઝમનો ગંભીર ગુનો નોંધી મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાંથી ત્રણ આરોપીઓને દબોચી લેવા બદલ.
એન.એમ. પટેલ (PSI) અને જ્યોતિષભાઈ જીવણભાઈ (પોલીસ કોન્સ્ટેબલ, સરદારનગર પોલીસ સ્ટેશન): સરદારનગર વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરના ગંભીર ગુનાનો માત્ર ૨૪ કલાકમાં ભેદ ઉકેલી ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લામાંથી આરોપીઓને ઝડપી પાડવા અને લૂંટનો મુદ્દામાલ રિકવર કરવા બદલ.
ઈમરાન ઘાસુરા (PI) અને જે.સી. દેસાઈ (PSI, ક્રાઇમ બ્રાંચ): રાજસ્થાનના કોટામાં ૧૫થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અમન ઉર્ફે બચ્ચા અને તેના સાગરીતને અમદાવાદમાંથી ઝડપી પાડવાની સફળ કામગીરી બદલ.
સંકળાયેલા મુદ્દાઓ
Kalpesh Kandoria has 10+ years of experience in the field of journalism. His areas of interest and expertise include politics, crime reporting, and current affairs.