ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / મલાઈકા સાથે બ્રેકઅપ બાદ 10 વર્ષ નાની હસીનાને ડેટ કરી રહ્યા છે અર્જુન કપૂર? સાહિબા બાલીની એક સેલ્ફીએ જગાવી ચર્ચા
6 ફોટો ગેલેરી
Last Updated: 03:08 PM, 25 November 2026
1/6
ગુરુપર્વના દિવસે સામે આવેલી આ તસવીરમાં બંને સાથે હસતા જોવા મળી રહ્યા છે. સાહિબાએ તસવીર સાથે લખેલી એક મજેદાર વાતે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અગાઉ પણ બંને એકસાથે જોવા મળ્યા હતા, જેના કારણે ડેટિંગની અટકળો થઈ હતી. જોકે, સાહિબા અગાઉ આ ચર્ચાઓને નકારી ચૂકી છે.
2/6
કન્ટેન્ટ ક્રિએટર અને અભિનેત્રી સાહિબા બાલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અર્જુન કપૂર સાથેની એક સેલ્ફી શેર કરી છે. તસવીરમાં બંને હસતા-મુસ્કુરાતા કેમેરા સામે પોઝ આપતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે બંનેએ પોતાના માથા પર કપડું ઢાંક્યું છે. આ તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT
3/6
અર્જુન સાથેની તસવીર શેર કરતી વખતે સાહિબાએ ગુરુપર્વની શુભેચ્છા પણ પાઠવી હતી. તેણે અર્જુન કપૂરને તસવીરમાં ટેગ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, 'મેં તેમનો પણ અડધો પ્રસાદ ખાઈ લીધો.' સાહિબાની આ મજેદાર વાત અને બંનેની સાથેની તસવીર હવે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે. કેટલાક યુઝર્સ માની રહ્યા છે કે બંને પોતાના સંબંધની વાત ધીમે ધીમે જાહેર કરી રહ્યા છે.
4/6
આ પહેલીવાર નથી જ્યારે અર્જુન અને સાહિબા એકસાથે જોવા મળ્યા હોય. આ વર્ષની શરૂઆતમાં અર્જુન લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે મેચ જોવા પહોંચ્યા હતા. તે સમયે સાહિબા બાલી પણ તેમની સાથે હાજર હતી. બંનેને સાથે મેચની મજા માણતા જોઈને તેમના અફેરની ચર્ચાઓ શરૂ થઈ હતી.
ADVERTISEMENT
5/6
લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની તસવીરો બાદ અર્જુન અને સાહિબાના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો થઈ હતી. જોકે, બાદમાં સાહિબાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા અર્જુન સાથે ડેટિંગ કરી રહી હોવાની વાતોને ખોટી ગણાવી હતી. હવે ફરી એકવાર બંનેની નવી તસવીર સામે આવતા જૂની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધો અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.
6/6
અર્જુન કપૂર અને સાહિબા બાલીની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. અર્જુન 41 વર્ષના છે, જ્યારે સાહિબાની ઉંમર 31 વર્ષ છે. મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપ બાદ અર્જુનનું નામ હવે સાહિબા સાથે જોડાઈ રહ્યું છે. જોકે, બંને ખરેખર એકબીજાને ડેટ કરી રહ્યાં છે કે નહીં તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી. આ અટકળોનો જવાબ અર્જુન અને સાહિબા જ આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ