ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ચોટીલા દર્શન કરીને પરત ફરતા દંપતીનું કરુણ મોત, બોલેરો સાથે બાઈકની ભયંકર ટક્કર

ગુજરાત / ચોટીલા દર્શન કરીને પરત ફરતા દંપતીનું કરુણ મોત, બોલેરો સાથે બાઈકની ભયંકર ટક્કર

Published By: Pravin Joshi

Last Updated: 07:14 PM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લાના જસદણ-ચોટીલા હાઈવે પર આજે બપોર બાદ એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.

ADVERTISEMENT

જસદણ: રાજકોટ જિલ્લાના જસદણ-ચોટીલા હાઈવે પર આજે બપોર બાદ એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પોલારપર ગામના પાટિયા નજીક પૂરપાટ ઝડપે આવતી બોલેરો પીકઅપ વાન અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઈક પર સવાર પતિ-પત્નીના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે.

દર્શન કરીને પરત ફરતી વખતે નડ્યો અકસ્માત

મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડુંડાસ ગામના રહેવાસી લાલજીભાઈ વાસિયા અને તેમના પત્ની મુક્તાબેન વાસિયા વહેલી સવારે શ્રદ્ધાપૂર્વક ચોટીલા સ્થિત મા ચામુંડાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. માતાજીના દર્શન કરીને બપોર બાદ તેઓ પોતાના બાઈક પર પરત વતન તરફ ફરી રહ્યા હતા, ત્યારે જસદણ નજીક પોલારપર ગામના પાટિયા પાસે કાળ બનીને આવેલી બોલેરો પીકઅપ વાને તેમના બાઈકને અડફેટે લીધું હતું.

accident-final

સારવાર મળે તે પહેલા જ દંપતીએ દમ તોડ્યો

અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બંને દંપતી રોડ પર પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ આસપાસના રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત પતિ-પત્નીને 108 મારફતે તાત્કાલિક જસદણની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

વધુ વાંચો : બારડોલીમાં આખા પરિવારને નહેરમાં ફેંકી દેવાયો, માતાપિતા-બાળકનું મોત, 13 વર્ષનો પુત્ર જીવીત બચ્યો

એક જ પરિવારના પતિ-પત્નીના અકાળે અવસાનના સમાચાર મહુવા તાલુકાના ડુડસ ગામમાં પહોંચતા જ સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે હોસ્પિટલ અને અકસ્માત સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તેમજ અકસ્માત સર્જનાર બોલેરો ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RajkotNews RoadAccident Jasdan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ