ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બિહારમાં શાહી લગ્નનો જબરદસ્ત ક્રેઝ, 25 વીઘામાં મંડપ, 4 લાખ લોકો માટે ભોજન, છતાં રસ્તાઓ પર હાહાકાર

photo-story

5 ફોટો ગેલેરી

નેશનલ / બિહારમાં શાહી લગ્નનો જબરદસ્ત ક્રેઝ, 25 વીઘામાં મંડપ, 4 લાખ લોકો માટે ભોજન, છતાં રસ્તાઓ પર હાહાકાર

Last Updated: 08:28 PM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બિહારના મોકામાના ધારાસભ્ય અનંત સિંહની દીકરીના શાહી લગ્નમાં એવો જનસાગર ઉમટ્યો કે સમગ્ર વિસ્તારની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જેમાં 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, વીજળીના ટાવર પર ચઢેલા લોકો અને સુરક્ષાના કારણોસર અટકાવાયેલી ઘોડાદોડે આ લગ્નને ચર્ચાનો વિષય બનાવી દીધા છે.

1/5

photoStories-logo

1. અનંત સિંહની પુત્રીના લગ્ન

બિહારના મોકામા વિધાનસભા ક્ષેત્રના વિધાયક અનંત સિંહની પુત્રી શિવાંગીના લગ્ન ઋષિકેશ કુમાર સાથે થઈ રહ્યા છે. આ લગ્નના પ્રસંગે તેમના પૈતૃક ગામ નદવામાં એવો જનસમુદ્ર ઊમટ્યો છે કે સમગ્ર વ્યવસ્થા જ અટકી જવા જેવી લાગી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 10 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક

ગામથી લઈને પટના-બેગુસરાય સુધીના માર્ગો પર 10 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ લાગી ગયો હતો. લગ્ન પહેલાં આયોજિત ઘોડદોડ સ્પર્ધા જોવા માટે એક લાખથી વધુ લોકો મેદાનમાં જમા થયા. ઘણા દર્શકો તો વીજળીના ટાવર પર ચઢી ગયા. સુરક્ષાની દૃષ્ટિએ પરિસ્થિતિ એટલી ગંભીર બની કે ચાર રાઉન્ડ બાદ ફાઇનલ રેસને અધવચ્ચે રોકી દેવી પડી. હવે આ ફાઇનલ મુકાબલો ગુરુવારે યોજવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. વ્યવસ્થા સંભાળવી મુશ્કેલ બની હતી

વિજેતાને થાર કાર, બીજા સ્થાને બાઇક અને ત્રીજા સ્થાને સ્કૂટી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અનંત સિંહ પોતે પણ મંચ પર ઊભા રહીને રેસ જોઈ રહ્યા હતા, પરંતુ ભારે ભીડને કારણે વ્યવસ્થા સંભાળવી મુશ્કેલ બની ગઈ હતી. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ દબાઈ જવાની સ્થિતિ સર્જાઈ. ઘણા લોકો જીવ બચાવવા માટે ખેતરો અને પાણીમાં ઊતરીને બહાર નીકળ્યા. પોલીસ અને વહીવટી તંત્રની વ્યવસ્થા અપૂરતી લાગી રહી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 25 વીઘામાં મંડપ

લગ્ન માટે લગભગ 25 વીઘા જમીનમાં વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. VVIP મહેમાનો માટે ત્રણ હેલીપેડ બનાવવામાં આવ્યા છે. હેલિકોપ્ટરની લેન્ડિંગ જોવા માટે પણ અલગથી ભીડ જમા થઈ રહી છે. અનંત સિંહના કહેવા મુજબ ચાર લાખથી વધુ મહેમાનોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણસોથી વધુ ચૂલા લગાવવામાં આવ્યા છે અને આશરે પાંચસો હલવાઈ તથા કારીગરો કામમાં જોડાયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. અનેક નેતાઓ હાજર

પટનાથી જાન આવી હતી જેમાં રાજકીય ક્ષેત્રના ઘણા મોટા ચહેરા પણ આ લગ્નમાં હાજરી આપી રહ્યા છે. આખું ગામ જાણે કે ઉત્સવમાં ડૂબી ગયું હતું પરંતુ ભીડના કારણે વ્યવસ્થા સંભાળવી હાલમાં સૌથી મોટો પડકાર બની ગયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Anant Singh Daughter Wedding Shivangi Wedding News Bihar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ