ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ICCની રેન્કિંગમાં ઈન્ડિયાની બોલબાલા, બેટિંગમાં ત્રણ ભારતીય ટોપ-10માં, બુમરાહ બોલિંગમાં બીજા નંબરે
Last Updated: 08:45 PM, 25 November 2026
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનનું સીધું પરિણામ હવે ICCની નવી ટેસ્ટ રેન્કિંગમાં જોવા મળી રહ્યું છે. બુધવારે જાહેર થયેલી મેન ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં ઋષભ પંત, શુભમન ગિલ અને યશસ્વી જૈસવાલે ટોપ-10માં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. તો બોલિંગમાં જસપ્રીત બુમરાહે પણ મોટી છલાંગ મારી છે.
ADVERTISEMENT
વેલિંગ્ટન ટેસ્ટમાં 128 રનની આકર્ષક ઇનિંગ્સ રમનાર ઋષભ પંત એક સ્થાન આગળ વધીને છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે. હાલમાં તે ભારતીય બેટ્સમેનોમાં સૌથી ઉપર છે. ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે 98 રનની ઇનિંગ રમીને ત્રણ સ્થાનની છલાંગ મારી છે અને સાતમા ક્રમે પહોંચી ગયો છે. તોઓપનર યશસ્વી જૈસવાલે પાંચ સ્થાનની મોટી છલાંગ મારીને નવમા ક્રમે જગ્યા બનાવી છે. તેને આ મેચમાં 85રન બનાવ્યા હતા.
આ સિવાય કે.એલ. રાહુલને પણ ફાયદો થયો છે. પહેલી ઇનિંગ્સમાં 136 રન બનાવનાર રાહુલ ચાર સ્થાન આગળ વધીને ૨૫મા ક્રમે પહોંચ્યા છે. 80 રન બનાવનાર દેવદત્ત પડિક્કલે 15 સ્થાનની છલાંગ મારીને 39મા ક્રમે પહોંચી ગયો છે.
ADVERTISEMENT
બોલિંગની રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે ત્રણ સ્થાન આગળ વધીને સંયુક્ત રીતે બીજા ક્રમે પહોંચી જવાની સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં વેલિંગ્ટન ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપનાર બુમરાહની આ છલાંગ નોંધપાત્ર છે.
ન્યૂઝીલેન્ડના ખેલાડીઓમાં પણ કેટલાકને ફાયદો થયો છે. મેચના પ્લેયર ઓફ ધ મેચ હેનરી નિકોલ્સ 10 સ્થાન આગળ વધીને 30મા ક્રમે પહોંચ્યો છે. જેમાં ગ્લેન ફિલિપ્સે 13 સ્થાનની છલાંગ મારીનેકરિયરની સર્વશ્રેષ્ઠ 17મી રેન્કિંગ હાંસલ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ અપડેટમાં સાઉથ આફ્રિકા-બાંગ્લાદેશ અને પાકિસ્તાન-શ્રીલંકાની મેચોના પરિણામો પણ સામેલ કરવામાં આવ્યા છે પરંતુ ભારતીય ખેલાડીઓની છલાંગ સૌથી વધુ ચર્ચામાં છે.
સંકળાયેલા મુદ્દાઓ