ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોરબંદરમાં એમ્બરગ્રીસની હેરાફેરીનો પર્દાફાશ, 3.50 કરોડની વ્હેલ માછલીની ઉલટી સાથે 2 ઝડપાયા
Last Updated: 08:56 PM, 25 November 2026
ADVERTISEMENT
પોરબંદરમાંથી કરોડો રૂપિયાની કિંમતની વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા છે. પોરબંદર એલસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી અંદાજે ત્રણ કરોડ પચાસ લાખ ચાલીસ હજાર રૂપિયાની કિંમતની એમ્બરગ્રીસ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
પોરબંદર એલસીબી સ્ટાફ શહેરના કમલાબાગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સફેદ કલરની સ્વિફ્ટ કાર નંબર GJ-03-PM-4661 અને કાળા કલરની રેનોલ્ટ ડસ્ટર કાર નંબર GJ-05-JF-2687માં કેટલાક શખ્સો સુરતથી વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસનો જથ્થો લઈને પોરબંદરમાં વેચાણ કરવા માટે આવી રહ્યા છે. આ ચોક્કસ બાતમીના આધારે એલસીબી સ્ટાફે એસ.ટી. રોડ પર પી.એમ.આંગડીયા પાસે વોચ ગોઠવી બંને કારને કોર્ડન કરી રોકી હતી. સ્વિફ્ટ કારની તપાસ કરતાં તેમાંથી 3 કિલો 540 ગ્રામ વજનની એમ્બરગ્રીસ મળી આવી હતી જેની બજાર કિંમત અંદાજે 3 કરોડ 50 લાખ 40 હજાર રૂપિયા થાય છે.
પોલીસે સ્વિફ્ટ કારમાં સવાર જામકંડોરણાના મહેશ ઉર્ફે કાળુ મનજી બાલધા,સુરતના રમેશ બાબુ વેકરીયા,પરેશ વિઠ્ઠલ પાઘડાળ અને પોરબંદરના ચેતન કાના કેશવાલા તેમજ ડસ્ટર કારમાં સવાર સુરતના ડ્રાઈવર મનન નરેન્દ્રકુમાર પતીરા અને રાતડી ગામના રાજુ કરશન કેશવાલાની પૂછપરછ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે મુખ્ય આરોપી પરેશ પાઘડાળ અને મહેશ ઉર્ફે કાળુ બાલધા સુરતથી આ મુદ્દામાલ લઈને પોરબંદરના ચેતન કેશવાલા અને રાજુ કેશવાલાને વેચવા માટે આવ્યા હતા.પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106 મુજબ 3.50 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી બંને મુખ્ય શખ્સોની અટકાયત કરી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ રાજકારણ / સંવિધાનની રક્ષાના મુદ્દે કોંગ્રેસ પર ભાજપના પ્રહાર, અનિલ પટેલે લગાવ્યા ગંભીર આક્ષેપ
ADVERTISEMENT
આ સમગ્ર મામલે રેન્જ ફોરેસ્ટ ઓફિસ મારફતે મળી આવેલ શંકાસ્પદ એમ્બરગ્રીસના સેમ્પલ સાયન્ટિફિક એનાલિસિસ માટે ઝૂલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, કોલકત્તા ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી એમ્બરગ્રીસ હોવાનો અભિપ્રાય આવતાં વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે રિપોર્ટ સાથે તમામ મુદ્દામાલ અને આરોપીઓને ફોરેસ્ટ વિભાગને સોંપી દેવામાં આવ્યા છે. આમ પોરબંદર એલસીબીની સતર્કતાના કારણે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ પ્રતિબંધિત એવી કરોડોની એમ્બરગ્રીસની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો