ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મોંઘવારીએ માઝા મૂકી, ડુંગળી અને ખાંડ સહિત આ ચીજવસ્તુઓના ભાવમાં થયો તોતિંગ વધારો

Inflation / મોંઘવારીએ માઝા મૂકી, ડુંગળી અને ખાંડ સહિત આ ચીજવસ્તુઓના ભાવમાં થયો તોતિંગ વધારો

Published By: Nirav Kumar

Last Updated: 12:25 AM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારીનો માર હવે સીધો સામાન્ય માણસના રસોડા સુધી પહોંચ્યો છે. જેમાં એક જ વર્ષમાં ડુંગળીના ભાવ લગભગ બમણા અને ખાંડ 31 ટકા મોંઘી થતાં તેલ અને દાળના વધતા ભાવે પણ ઘરનું બજેટ બગાડ્યું છે.

ADVERTISEMENT

દેશમાં મોંઘવારીની અસર હવે સામાન્ય માણસના રસોડા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષમાં ઘણી જરૂરી ખાદ્ય વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ડુંગળીના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, ખાંડ 31% મોંઘી થઈ છે અને સરસવ, સોયાબીન તથા સૂર્યમુખી તેલના ભાવમાં પણ આશરે 15%નો વધારો નોંધાયો છે.

કેન્દ્ર સરકારના નવેમ્બર 24, 2025 અને નવેમ્બર 24, 2026ના આંકડા મુજબ, ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ 26.95થી વધીને 53.38 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. એટલે કે એક વર્ષમાં તેમાં લગભગ 98%નો વધારો થયો છે. ખાંડનો ભાવ 46.60 રૂપિયાથી વધીને 61.06 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો છે, જેમાં 31%નો વધારો છે. ચોખાના ભાવમાં પણ 11% જેટલો વધારો થયો છે.

ખાદ્ય તેલોમાં સરસવનું તેલ 186.54થી વધીને 215.30 રૂપિયા, સોયાબીન તેલ 146.63થી 169.45 રૂપિયા અને સૂર્યમુખી તેલ 165.05થી 190.55 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે. મગફળી અને પામ તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. જથ્થાબંધ બજારમાં પણ આ તેલોના ભાવ 13%થી 16% સુધી વધ્યા છે.

દાળોમાં પણ મોંઘવારીની અસર દેખાઈ છે. ચણાની દાળમાં 10%થી વધુ, તુવેરની દાળમાં આશરે 18% અને મસૂરની દાળમાં 15%થી વધુનો વધારો થયો છે. જોકે, બટાકા અને ટામેટાંએ થોડી રાહત આપી છે. બટાકાનો ભાવ 27.07થી ઘટીને 23.40 રૂપિયા અને ટામેટાંનો ભાવ 51.12થી ઘટીને 38.55 રૂપિયા પ્રતિ કિલો થયો છે.

મોંઘવારી વધવા પાછળનાં કારણો

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારા પાછળ અનેક પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. નબળું ચોમાસું, પાકને થતું નુકસાન, ખેતીના ખર્ચમાં વધારો અને પશુઓના ચારા મોંઘા થવાથી ઉત્પાદન ખર્ચ પર અસર પડે છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થતી વધઘટ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની અસર પણ સ્થાનિક બજાર સુધી પહોંચી શકે છે. ભારત પોતાની જરૂરિયાતનું અડધાથી વધુ ખાદ્યતેલ વિદેશમાંથી આયાત કરે છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ મોંઘું થાય તો તેની અસર ભારતમાં પણ જોવા મળે છે.

વધુ વાંચો : સર્વોચ્ચ સ્તરથી 70 હજાર રૂપિયા તૂટ્યું સોનું અને ચાંદીમાં 2.78 લાખનો ઘટાડો, જાણો નિષ્ણાતોએ શું કરી મોટી આગાહી

હવે રસોડાનું બજેટ ગણતરીથી ચલાવવું પડશે

એક તરફ ડુંગળી, ખાંડ, દાળ અને ખાદ્યતેલના ભાવ વધી રહ્યા છે તો બીજી તરફ બટાકા અને ટામેટાં સસ્તાં થવાથી થોડી રાહત મળી છે. જો કે અમુક વસ્તુઓના ભાવ ઘટવાથી સમગ્ર ઘરખર્ચમાં ખાસ રાહત મળે તેવી સ્થિતિ નથી. રોજિંદા વપરાશની વસ્તુઓ મોંઘી થવાને કારણે સામાન્ય પરિવારો માટે ઘરનું બજેટ સંભાળવું વધુ પડકારજનક બની રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Onion Price Hike Food Inflation Sugar Price Increase

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ