ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં ભાજપના કોર્પોરેટર કીર્તિબા રાણા સામે ગંભીર આક્ષેપો, બેઘર હોવાનું સોગંદનામું રજૂ કરી 3 ક્વાર્ટર હડફવાનો પ્રયાસ
Last Updated: 09:37 PM, 25 November 2026
ADVERTISEMENT
રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના એક મહિલા કોર્પોરેટર અને સેનેટરી સમિતિના ચેરમેન કીર્તિબા રાણા સરકારી આવાસના કથિત કૌભાંડમાં ફસાયા હોવાની વિગતો સામે આવતા શહેરના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ADVERTISEMENT
આક્ષેપ મુજબ કોર્પોરેટરે પતિના સરકારી ક્વાર્ટરમાં રહેતા હોવા છતાં કાગળ પર પોતાને 'મિલકત વિહોણા' અને 'બેઘર' દર્શાવતું સોગંદનામું રજૂ કરીને કોઠારીયા રોડ પર આવેલા હુડકો ના 3 આવાસ હડપવાનો પ્રયાસ કર્યો છે.
મળતી માહિતી અનુસાર રાજકોટના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલા હુડકો આવાસ યોજનાના 3 ક્વાર્ટર પર કબજો કરવા માટે આ કથિત કારસો રચવામાં આવ્યો હોવાની ચર્ચા છે. સામાન્ય રીતે સરકારી આવાસ યોજનાનો લાભ એવા લોકોને મળતો હોય છે જેમની પાસે પોતાનું રહેઠાણ કે મિલકત ન હોય. પરંતુ આ કિસ્સામાં કોર્પોરેટર પોતાના પતિના ક્વાર્ટરમાં નિવાસ કરતા હોવા છતાં ‘મિલકત વિહોણા’ હોવાનું સોગંદનામું બનાવીને 3 આવાસ મેળવવા કે તેના પર કબજો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની સેનેટરી સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવતા કીર્તિબા રાણાનું નામ આ વિવાદમાં આવતા પક્ષ અને તંત્રની છબી પર પણ અસર પડી રહી છે.
ADVERTISEMENT
સ્થાનિક સ્તરે અને વિપક્ષી તેમજ સામાન્ય વર્તુળોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે સત્તા અને પદના જોરે સરકારી આવાસ પર કબજો જમાવવાનો આ પ્રયાસ ગંભીર ગેરરીતિ સમાન છે. જો સામાન્ય નાગરિક દ્વારા આવું સોગંદનામું રજૂ કરવામાં આવે તો કડક કાર્યવાહી થતી હોય છે, ત્યારે જવાબદાર હોદ્દા પર રહેલા વ્યક્તિ સામે તંત્ર કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.
બીજી તરફ આ મામલો સામે આવતા VTV ન્યુઝની ટીમ કીર્તિ બા રાણાના ઘરે પહોંચી હતી. જય દરમિયાન તેઓ પોતાના પતિના મકાનમાં રહેતા હતા અને બે માળનું આ મકાન હતું. તેની પાછળના બે મકાનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જ્યારે આ બે બંધ મકાનો ઉપર કિર્તીબાએ કબજો કર્યો હોવાનું ખુલ્યું છે. જેને લઇને સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ વર્ષો જુના મકાનો છે. જેના હપ્તા પૂરા થઈ ગયા હોય તેવું આ મકાન વહેંચી રહ્યા છે. જોકે આ મકાનના હજુ દસ્તાવેજો બન્યા નથી. ત્યારે જે કબજાની વાત છે તે ખોટી છે. આ બંને મકાનો મૂળ માલિકે વહેંચ્યા છે અને કીર્તિબાએ ખરીદ્યા છે. કોઈપણ ખોટું સોગંદનામુ તેમની રજૂ કર્યું નથી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગુજરાત / ચોટીલા દર્શન કરીને પરત ફરતા દંપતીનું કરુણ મોત, બોલેરો સાથે બાઈકની ભયંકર ટક્કર
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે જે પ્રકારનું સોગંદનામુ સામે આવી રહ્યું છે તેમાં કીર્તિબા પાસે કોઈ પણ પ્રકારની મિલકત ન હોવાનું તેવું જણાવી રહ્યા છે. તેમજ જે આવાસ યોજનાનું મકાન છે તે એક તો તેમના નામે છે પરંતુ બીજા બે મકાનો પણ પોતાના નામે કરવા માટે કોર્પોરેશનમાં તેમને આ પ્રકારનું પુરાવો રજૂ કર્યો છે. જે પુરાવો સામે આવતા જ આંખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે હવે આ મામલે ક્યા પ્રકારની કાર્યવાહી તંત્ર કરશે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો