ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / UPમાં CM પદને લઈને ભાજપમાં શું ચાલી રહ્યું છે? યોગી આદિત્યનાથના ભવિષ્ય પર કેશવ મૌર્યનું મોટું નિવેદન

નેશનલ / UPમાં CM પદને લઈને ભાજપમાં શું ચાલી રહ્યું છે? યોગી આદિત્યનાથના ભવિષ્ય પર કેશવ મૌર્યનું મોટું નિવેદન

Published By: Nirav Kumar

Last Updated: 11:11 PM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. જેમાં કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી સવાલ ઊભો થયો છે કે 2027માં પણ યોગી આદિત્યનાથની વાપસી થશે કે ભાજપ કોઈ નવા ચહેરાને મુખ્યમંત્રી બનાવશે?

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 નજીક આવી રહી છે અને ભાજપમાં મુખ્યમંત્રીપદના ચહેરા અંગે ચર્ચા ગરમાઈ રહી છે. શું યોગી આદિત્યનાથ જ ફરી વખત મુખ્યમંત્રી તરીકે આગળ આવશે કે પાર્ટી કોઈ નવા નેતાને જવાબદારી સોંપશે? આ સવાલ પર ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ બુધવારે જૌનપુરમાં પત્રકારો સાથે વાત કરતા ભાજપની ઇન્ટરનલ પ્રોસેસ જાહેર કરી દીધી.

તેમને કહ્યું કે ભાજપ માટે ચૂંટણીમાં સૌથી મોટો ચહેરો કમળનું નિશાન જ હોય છે. ચૂંટણી પૂરી થયા બાદ ધારાસભ્ય દળની બેઠક થાય છે, કેન્દ્રીય નિરીક્ષકો આવે છે અને તે બેઠકમાં બનેલી સર્વસંમતિના આધારે નેતા પસંદ થાય છે. હાલમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે. આગળ પણ તેઓ જ રહેશે કે કોઈ બીજા નેતા આ જવાબદારી સંભાળશે, તે નિર્ણય તે વખતે ચૂંટાયેલા ધારાસભ્યો જ લેશે.

કેશવ મૌર્યએ સ્પષ્ટ કર્યું કે મુખ્યમંત્રી પસંદ કરવાનો અધિકાર તેમના હાથમાં નથી. તેમનેયોગીને ફરી મુખ્યમંત્રી બનાવવા અંગે કોઈ સ્પષ્ટ સંકેત આપ્યો નહીં અને ન તો કોઈ અન્ય નામ લીધું. આ સ્ટેટમેન્ટને 2027ની ચૂંટણી પહેલાં પાર્ટી અંદર ચાલી રહેલી ચર્ચાઓના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં એક ઇન્ટરવ્યુમાં કેશવ મૌર્યએ મુખ્યમંત્રી બનવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી પરંતુ હાલમાં તેમને આ વિષયને વિધાયક દળના નિર્ણય પર છોડી દીધો છે.

એવામાં બીજા ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠકે લખનૌમાં સામાજિક સંપર્ક બેઠકનો ઉલ્લેખ કર્યો. તેમને કહ્યું કે પાર્ટીએ વિવિધ સમુદાયોના પ્રતિનિધિઓને એક મંચ પર લાવીને સામાજિક સમરસતા અને છેલ્લા દસ વર્ષના પરિવર્તનો અંગે ચર્ચા કરી. રાજ્ય બીમારૂ છબીમાંથી નીકળીને રાજસ્વ અધિશેષ તરફ આગળ વધ્યું છે, કાયદો-વ્યવસ્થામાં સુધારો થયો છે અને માથાદીઠ આવક વધી છે. તેમને ત્રીજી વાર સતત સરકાર બનાવવા અને ભારે બહુમતી મેળવવા પર ભાર મૂક્યો.

હાલની સ્થિતિ જોતા ઉત્તર પ્રદેશમાં ભાજપ માટે 2027ની ચૂંટણી માત્ર સત્તા જાળવી રાખવાની લડાઈ નથી પરંતુ સંગઠન, સામાજિક સમીકરણો અને નેતૃત્વને લઈને પણ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. એક તરફ યોગી આદિત્યનાથ રાજ્યના સૌથી મોટા ભાજપના નેતા તરીકે પોતાની ભૂમિકા જાળવી રહ્યા છે તો બીજી તરફ કેશવ પ્રસાદ મૌર્યના નિવેદને મુખ્યમંત્રી પદની પસંદગીનો મુદ્દો ફરી ચર્ચામાં લાવી દીધો છે.

વધુ વાંચો : "16 ડિસેમ્બર સુધી બાંગ્લાદેશ કબજે કરી લઈશું", પશ્ચિમ બંગાળના મંત્રીના નિવેદનથી ખળભળાટ

જોકે, અત્યાર સુધી ભાજપે 2027ની ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ચહેરા અંગે કોઈ અંતિમ સત્તાવાર જાહેરાત કરી નથી. તેથી યોગી આદિત્યનાથ જ ફરી મુખ્યમંત્રી બનશે કે ભાજપ કોઈ નવા ચહેરા પર દાવ લગાવશે, તેનો જવાબ ચૂંટણીનાં પરિણામો અને ત્યારબાદ પાર્ટી દ્વારા લેવાયેલા નિર્ણયથી જ સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UP Election 2027 BJP Chief Minister Face Yogi Adityanath

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ