ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / પતિ, દીકરા અને ભાણેજને આપ્યું ધીમું ઝેર? 2 કરોડનો વીમો પકવવા પત્નીએ રચ્યું ખતરનાક ષડયંત્ર
Last Updated: 11:27 PM, 25 November 2026
ADVERTISEMENT
ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં એક એવો કેસ સામે આવ્યો છે જે સાંભળીને તમને પણ ચોંકાવે તેવો છે. એક વેપારીએ પોતાની પત્ની અને તેના પરિવાર પર આરોપ લગાવ્યો છે કે તેઓ તેને, તેના પુત્રને અને ભાણેજને ધીમે-ધીમે ઝેર આપીને મારી નાખવાની કોશિશ કરી રહ્યા હતા.
ADVERTISEMENT
સુશીલ ભટનાગર નામના આ વેપારીએ 24 સપ્ટેમ્બરે ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમની તબિયત લાંબા સમયથી ખરાબ ચાલી રહી હતી અને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ રહી હતી. હાલત વધુ બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે ડોક્ટરોની તપાસમાં શરીરમાં લીડ પોઇઝન (ધીમું ઝેર) મળી આવ્યું. આ પછી સુશીલને શંકા થઈ કે તેમને જાણી-જોઈને ઝેર આપવામાં આવી રહ્યું છે.
પોલીસે તપાસ શરૂ કરી અને 23 નવેમ્બરે પત્ની રેનુ ભટનાગરને ધરપકડ કરી લીધી. પૂછપરછમાં બહાર આવ્યું કે સુશીલ મોટા ટ્રાવેલ એજન્ટ છે અને તેમના વ્યવસાયની કિંમત આશરે પાંચથી 6 કરોડ રૂપિયા છે. તેમને આશરે બે કરોડ રૂપિયાનો વીમો પણ કરાવ્યો હતો જેમાં નોમિની પત્ની રેનુ જ હતી.
ADVERTISEMENT
પોલીસના મતે રેનુને ખબર હતી કે પતિના મૃત્યુ બાદ વીમાની રકમ અને ટ્રાવેલ બિઝનેસ તેને મળી શકે છે. આ લાલચમાં જ તેને કથિત રીતે આ કાવતરું ઘડ્યું હોવાનું કહેવાય છે. સુશીલની ફરિયાદમાં પુત્ર અને ભાણેજને પણ ઝેર આપવાની કોશિશનો આરોપ હતો. હવે પોલીસ પત્નીના પરિવારના બીજા સભ્યોની ભૂમિકા અને ષડ્યંત્રના બાકી પાસાઓની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ