ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ભાજપની રેલીમાં ગરજ્યા રાજનાથ સિંહ, કોંગ્રેસની 3 મોટી ભૂલ ગણાવી, બોલ્યા; "હિંસાથી સત્તા પરિવર્તન કરવા માંગેછે"
Last Updated: 10:56 PM, 25 November 2026
ADVERTISEMENT
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બુધવારે કર્ણાટકના કલબુર્ગી ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની રહેશે અને સરકાર આ જ રીતે કામ કરતી રહેશે, તો આગામી 1 થી 2 વર્ષની અંદર ભારતને આર્થિક કદની દ્રષ્ટિએ વિશ્વના ટોચના 3 દેશોમાં સામેલ થતા કોઈ રોકી શકશે નહીં.
ADVERTISEMENT
ભારતીય જનતા પાર્ટીની 'લોકશાહી બચાવો, અરાજકતા મિટાવો' સભા દરમિયાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, જો ભારતમાં કોઈ રાજકીય પક્ષ સતત દેશની સંસ્થાઓને નબળી પાડવાનું કામ કરી રહ્યો હોય, તો તે કોંગ્રેસ છે. તેમણે કોંગ્રેસના 60 વર્ષના શાસનકાળની ત્રણ મોટી ભૂલો ગણાવી હતી. તેમના જણાવ્યા અનુસાર, પ્રથમ ભૂલ વર્ષ 1975માં ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી હતી. બીજી ભૂલ વર્ષ 1984માં કોંગ્રેસના રક્ષણ હેઠળ થયેલો શીખ ભાઈ-બહેનોનો નરસંહાર હતો અને ત્રીજી ભૂલ આજે બંધારણીય સંસ્થાઓને નુકસાન પહોંચાડીને કરવામાં આવી રહી છે.
Addressing ‘Loktantra Bachao, Arajakta Hatao Sabha’ in Kalaburgi, Karnataka. https://t.co/PVUSV7ymNy
— Rajnath Singh (@rajnathsingh) November 25, 2026
ADVERTISEMENT
રાજનાથ સિંહે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પોતાની સત્તા અને ખુરશી મેળવવાની જીદમાં લોકશાહી વ્યવસ્થાના પાયાને સતત નબળો પાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, 'અમે લોકશાહીની રક્ષા માટે અગાઉ પણ લડ્યા હતા, આજે પણ લડી રહ્યા છીએ અને આગળ પણ લડતા રહીશું. હું બંધારણની રક્ષા કરવાનો સંકલ્પ લેવા માટે કલબુર્ગી આવ્યો છું.'
દેશની આર્થિક પ્રગતિનો ઉલ્લેખ કરતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, 'જે ભારત સંપત્તિ અને આર્થિક કદની બાબતમાં વર્ષ 2014 પહેલા વિશ્વના ટોચના 10 થી 11 દેશોમાં સામેલ હતું, તે જ ભારત આજે વિશ્વના ટોચના ચાર દેશોમાં આવીને ઊભું રહ્યું છે.'
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, આવક કરતાં વધારે સંપત્તિના કેસમાં નહીં થાય તપાસ
સંબોધનના અંતમાં રાજનાથ સિંહે ઉમેર્યું હતું કે, હું તમને ખાતરી આપું છું કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની રહેશે અને સરકાર આ જ ગતિએ કાર્ય કરતી રહેશે, તો 1 થી 2 વર્ષમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવશે. જો કોઈ પરિવર્તન લાવવા માંગતું હોય, દેશમાં સત્તા પરિવર્તન કે રાજકીય બદલાવ ઈચ્છતું હોય, તો તે લોકશાહીના માધ્યમથી થવું જોઈએ, અરાજકતાના માધ્યમથી નહીં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો