ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / મોહમ્મદ સિરાજને વિવાદમાં કેમ ખેંચી રહ્યા છો? ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવા પર BCCIએ તોડ્યું મૌન

IND vs NZ / મોહમ્મદ સિરાજને વિવાદમાં કેમ ખેંચી રહ્યા છો? ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવા પર BCCIએ તોડ્યું મૌન

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:28 PM, 25 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની વેલિંગ્ટન ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને ભારતીય પ્લેઈંગ-11માં સ્થાન ન મળવાનો મુદ્દો સતત ચર્ચામાં છે.

ADVERTISEMENT

બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ન્યૂઝીલેન્ડ સામેની વેલિંગ્ટન ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને પ્લેઈંગ 11 માંથી બહાર રાખવા પર ઉઠેલા સવાલો વચ્ચે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે સિરાજને સિલેક્શન વિવાદમાં ઘસડવો યોગ્ય નથી. તેમ જ શુક્લાએ UAE સામે 53 બોલમાં 200 રન બનાવનાર વૈભવ સૂર્યવંશીના વખાણ કર્યા હતા.

ન્યૂઝીલેન્ડ સામેની વેલિંગ્ટન ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને ભારતીય પ્લેઈંગ-11માં સ્થાન ન મળવાનો મુદ્દો સતત ચર્ચામાં છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું કે સિરાજને બિનજરૂરી રીતે પસંદગી સંબંધિત વિવાદમાં ન ઘસવામાં આવે. સુકાની અને કોચને પ્લેઇંગ 11 પસંદ કરવાનો અધિકાર છે અને ઘણી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે.

વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતે જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ અને પોતાની બીજી ટેસ્ટ રમી રહેલા અંશુલ કંબોજના રૂપમાં ચાર ઝડપી બોલરોને તક આપી હતી. આમ છતાં 48 ટેસ્ટ રમી ચૂકેલા સિરાજને બહાર બેસવું પડ્યું હતું.

ભારતીય ટીમે પ્રથમ દાવમાં 9 વિકેટે 720 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. આ પછી પણ ટીમ ન્યુઝીલેન્ડની બીજી ઇનિંગમાં માત્ર પાંચ વિકેટ જ લઇ શકી હતી. યજમાન ટીમે 239 રનમાં પાંચ વિકેટ ગુમાવીને મેચ ડ્રો કરી હતી. આ પરિણામથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં પહોંચવાની ભારતની તકોને પણ ફટકો પડ્યો.

ગ્રીન પિચ પર સિરાજ જેવા અનુભવી બોલરને બહાર રાખવાના નિર્ણય બદલ ટીમ મેનેજમેન્ટની ટીકા થઈ હતી. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે આ નિર્ણયને સ્વીકારવો મુશ્કેલ ગણાવ્યો હતો. તેમ જ પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ સિરાજના અનુભવ, આક્રમકતા અને સીમ મૂવમેન્ટનો ફાયદો લેવાની ક્ષમતાને ટાંકીને આ સેલેક્શન પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

રાજીવ શુક્લાએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું- મને નથી લાગતું કે સિરાજને કોઈ પણ પ્રકારના વિવાદમાં ઘસેડવો જોઇએ. આ યોગ્ય નથી. પ્લેઇંગ-11ની પસંદગી કોચ અને કેપ્ટન દ્વારા કરવાની હોય છે. બિનજરૂરી રીતે કોઈ ખેલાડીને આવા વિવાદોમાં લાવવો એ સારી વાત નથી.

શુક્લાએ સિરાજને ક્રિકેટ સિવાયના અન્ય કારણોસર બહાર રાખવા અંગેની અટકળો સાથે પણ અસંમત હતા. તેમણે કહ્યું- મને નથી લાગતું કે આનું બીજું કોઈ કારણ છે. આ સંપૂર્ણપણે ખોટું છે. તે ટીમનો ભાગ છે. પ્લેઇંગ-11 નક્કી કરતી વખતે પિચની સ્થિતિ અને તે દિવસે વિકેટ કેવું વર્તન કરી રહી છે તે ધ્યાનમાં રાખવામાં આવે છે. આ તમામ પાસાઓ ધ્યાનમાં લેવામાં આવે છે.

શુભમન ગિલની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમ માટે આ સતત બીજી ટેસ્ટ ડ્રો હતી. મેચના છેલ્લા તબક્કામાં ટીમના સાવચેતીભર્યા વલણ પર પણ સવાલો ઉભા થયા છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ક્રિકેટ / ICCની રેન્કિંગમાં ઈન્ડિયાની બોલબાલા, બેટિંગમાં ત્રણ ભારતીય ટોપ-10માં, બુમરાહ બોલિંગમાં બીજા નંબરે

ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા વધતી સ્પર્ધા વિશે શું કહ્યું?

ભારતીય ટીમમાં જગ્યા બનાવવા માટે ખેલાડીઓમાં વધી રહેલી સ્પર્ધા અંગે શુક્લાએ કહ્યું કે દેશમાં ક્રિકેટ પ્રતિભાની કોઈ કમી નથી. નવા ખેલાડીઓનું સામે આવવું ભારતીય ક્રિકેટ માટે સારી બાબત છે. તેણે કહ્યું- આ સ્વાભાવિક છે. ભારતમાં ઘણા ખેલાડીઓ છે. દેશ પ્રતિભાઓથી ભરેલો છે અને નવા ખેલાડીઓ સતત ઉભરી રહ્યા છે.

શુક્લાએ કહ્યું કે આને ખેલાડીઓ વચ્ચેની પરસ્પર સ્પર્ધા તરીકે ન જોવું જોઈએ. દરેક ખેલાડી ભારતીય ક્રિકેટમાં યોગદાન આપી રહ્યા છે. અભિષેક શર્માનું ઉદાહરણ આપતા તેણે કહ્યું કે તે પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IND vs NZ Indian Team Mohammed Siraj

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ