ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:19 PM, 26 November 2026
ADVERTISEMENT
અમેરિકન મોડલ અને ટીવી પર્સનાલિટી કેન્ડલ જેનર સોશિયલ મીડિયા પર ટીકાનો શિકાર બની છે. તેનું કારણ તેની બહેન કાયલી જેનર સાથે યાટ પરના તાજેતરના ફોટા છે. આ ફોટામાં કેન્ડલ એક સરોંગ પહેરી રહી છે જેના પર તેના સ્વિમવેર પર 'ઓમ' છપાયેલું છે. યુઝર્સ તેને સનાતન ધર્મનું અપમાન કહી રહ્યા છે.
ADVERTISEMENT
અમેરિકન ટીવી પર્સનાલિટી અને મોડેલ કેન્ડલ જેનર વિવાદમાં ફસાઈ ગઈ છે. બહામાસ વેકેશનમાં 31 વર્ષીય કેન્ડલના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોઇ ભારતીય યુઝર્સમાં ગુસ્સો ફુટ્યો છે. ફેલાવ્યો છે.
Kendall Jenner wore a yellow sarong featuring the sacred Hindu symbol Om during Hailey Bieber's 30th birthday celebrations.
— Central World (@arshdeep3444) November 25, 2026
The Om symbol is considered sacred in Hinduism.
However, Kendall Jenner is using a sacred symbol of Hinduism as a fashion statement, which many people… pic.twitter.com/s27RpfCAXX
ADVERTISEMENT
કારણ એ છે કે આ ફોટામાં કેન્ડલ તેના સ્વિમવેર પર 'ઓમ' છપાયેલ પોશાક પહેરી રાખ્યો છે. યુઝર્સ હવે તેની આકરી ટીકા કરી રહ્યા છે. ઘણા લોકોએ તેને હિન્દુ ધર્મનું અપમાન ગણાવ્યું છે. તેઓ કહે છે કે 'ઓમ' એક ધાર્મિક પ્રતીક છે, અને આ રીતે તેનો બીચવેર તરીકે ઉપયોગ કરવો અત્યંત શરમજનક છે.

ADVERTISEMENT
કેન્ડલ જેનર તેની બહેન કાઇલી જેનર સાથે હેલી બીબરના 30મા જન્મદિવસની ઉજવણી કરવા માટે બહામાસ ગઇ હતી. આ દરમિયાનના તેના કેટલાક ફોટો સામે આવ્યા, જેમાં તેણે તેના સ્વિમવેર પર "ॐ" નિશાન સાથેનો સરોંગ લપેટેલો છે. કાઇલી જેનર તેની યાટ પર બેફિકરાઈથી હસતી અને ખીલખીલાતી જોવા મળી રહી છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર બે ફોટા પોસ્ટ કર્યા છે, જેના કેપ્શનમાં લખ્યું છે, "દુનિયા કી સબસે પ્યારી લડકી."

ADVERTISEMENT
યૂઝર્સ ભડક્યા - આ સનાતન ધર્મનું અપમાન છે, શરમ કરો
સોશિયલ મીડિયા પર ઘણા ભારતીય યૂઝર્સએ ફેશન સ્ટેટ તરીકે ધાર્મિક પ્રતીકના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે, તેને હિન્દુ માન્યતાઓ અને પરંપરાઓનું અપમાન ગણાવ્યું છે. એક યુઝરે ટિપ્પણી કરી, "મને એક મોટો વિવાદની આહટ મળી રહી છે..." બીજાએ લખ્યું, "કેન્ડલે સનાતન ધર્મનું પવિત્ર પ્રતીક પહેર્યુ છે. કેન્ડલ જેનર શરમ કરો." અન્ય યુઝર્સોનું કહેવુંછે કે અમેરિકન મોડેલનો બીચવવિયર હિન્દુ આસ્થાનું અપમાન છે, જ્યારે અન્ય લોકોએ પ્રશ્ન કર્યો કે શું તેને 'ॐ' પ્રતીકનું મહત્વ વિશે જાણકારી છે કે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT
"મારો હિન્દુ ધર્મ તમારો ફેશન ટ્રેન્ડ નથી."
કેન્ડલના આ ફોટા ઇન્સ્ટાગ્રામ, એક્સ અને રેડિટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. એક યુઝરે, એક્સ પર તેની ટીકા કરતા લખ્યું, "પવિત્ર 'ॐ' આધ્યાત્મિક અભ્યાસ અને શ્રદ્ધા માટે છે, બીચ પર કેન્ડલ જેનર દ્વારા પહેરવામાં આવતી સામાન્ય ફેશન એક્સેસરી તરીકે નહીં. મારો હિન્દુ ધર્મ તમારો કોઇ ફેશન ટ્રેન્ડ નથી. આ અપમાનજનક અને સંપૂર્ણપણે અસંવેદનશીલ છે."
સંકળાયેલા મુદ્દાઓ