ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સ્કૂલનો પહેલો દિવસ કાળ બન્યો! અમદાવાદમાં ચાંદલોડિયામાં સ્કૂલે જઈ રહેલી બાળકી ટ્રકના ટાયર નીચે કચડાઈ

અકસ્માત / સ્કૂલનો પહેલો દિવસ કાળ બન્યો! અમદાવાદમાં ચાંદલોડિયામાં સ્કૂલે જઈ રહેલી બાળકી ટ્રકના ટાયર નીચે કચડાઈ

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 12:23 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ચાંદલોડિયામાં વેકેશન બાદ પ્રથમ દિવસે સ્કૂલે જતી વિદ્યાર્થિની ટ્રકના ટાયરમાં કચડાતાં તેનું મોત થયું હતું જ્યારે પિતા ઘાયલ થયાં હતા.

ADVERTISEMENT

સ્કૂલો શરુ થતાં જ અમદાવાદમાં એક મોટો અકસ્માત સામે આવ્યો છે. ચાંદલોડિયા ગરનાળા પાસે વેકેશન બાદ પ્રથમ દિવસે સ્કૂલે જતી વિદ્યાર્થિની ટ્રકના ટાયરમાં કચડાઈ જતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. બાળકી પોતાના પિતા સાથે બાઈક પર બેસીને સ્કૂલે જઈ રહી હતી, તે દરમિયાન પૂરઝડપે આવતા એક ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી આને કારણે બાળકી નીચે પટકાઈને ટ્રકના ટાયર નીચે આવી ગઈ હતી અને કચડાતાં તેનું મોત થયું હતું, જ્યારે પિતા ઈજાગ્રસ્ત થયાં હતા.

શું હતો આખો બનાવ?

5 વર્ષીય બાળકી નેહલ પટેલ તેના પિતા સાથે બાઈક પર બેસીને નીલકંઠ સ્કૂલમાં જઈ રહી હતી. પાછળથી આવી રહેલા ટ્રકે પૂર ઝડપે બાઈકને ટક્કર મારતા પિતા-પુત્રી જમીન પર પટકાયા હતા. જે બાદ ટ્રકનું ટાયર બાળકી પર ફરી વળતા બાળકીને ગંભીર ઈજા થવાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતમાં બાળકીના પિતાને પણ ખભા ઉપર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ લોકો દોડી આવ્યાં હતા. સમગ્ર મામલે A ટ્રાફિક ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પિતા ઘાયલ, બાળકીની ડેડબોડી પીએમ માટે લઈ જવાઈ

આ ઘટના બાદ ચાંદલોડિયામાં હાહાકાર મચ્યો હતો. અકસ્માતમાં બાળકીનું મોત થયું છે તો ઘાયલ પિતાને હોસ્પિટલ ખસેડાયા હતા. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.

ડ્રાઈવરની ધરપકડ

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ટ્રક ડ્રાઇવરને પોલીસને સોંપી દીધો હતો જે પછી પોલીસે ધરપકડ કરી હતી. સમગ્ર મામલે A ટ્રાફિક ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad samachar ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ