ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન બાદ દર્દીની છાતીમાં જ છોડી દેવાયો તાર, ડોક્ટરોની ઘોર બેદરકારી

હેલ્થ / રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન બાદ દર્દીની છાતીમાં જ છોડી દેવાયો તાર, ડોક્ટરોની ઘોર બેદરકારી

Published By: Hiralal Parmar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 12:16 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ગાંઠના ઓપરેશન માટે આવેલા દર્દીની છાતીમાં તાર રાખી દીધો હતો.

ADVERTISEMENT

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ગાંઠના ઓપરેશન માટે આવેલા દર્દીની છાતીમાં તાર રાખી દીધો હતો. ડોક્ટરો તારને બહાર કાઢવાનું ભૂલી ગયા હતા. દિલીપ બારોટ નામના દર્દીની છાતીના ભાગે ચેકો મારવામાં આવ્યો હતો અને તારને અંદર જ રહેવા દીધો હતો.

તાર અંદર હોવા છતાં માત્ર સાદું ડ્રેસિંગ કરાયું

તાર અંદર હોવા છતાં માત્ર સાદું ડ્રેસિંગ કરી દેવામાં આવ્યું હતું દર્દીને છાતીમાં દુખાવો થતાં સમગ્ર ઘટનાએ ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલ દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલના સર્જિકલ વિભાગમાં સારવાર હેઠળ છે.

શું હતો આખો બનાવ?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિલીપ બારોટ નામના દર્દી પેટની ગાંઠના ઓપરેશન માટે આવ્યો હતો. ઓપરેશન દરમિયાન તેમની છાતીના ભાગે ચીરો મૂકવામાં આવ્યો હતો પરંતુ અંદર રહેલો તાર બહાર કાઢવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, ઘા પર ટાંકા લેવાયો નહોતા. માત્ર સાદું ડ્રેસિંગ કરીને તેમને સારવાર આપવામાં આવી હતી. જોકે, ત્યારબાદ છાતીમાં દુખાવો ઉપડતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

વધુ વાંચો : DIGP વિધિ ચૌધરી, SP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગુજરાતના સરહદીય ગામોમાં પહોંચ્યાં, જાણો શું કામ?

સિવિલ અધિક્ષક ડો.કમલ ડોડીયાના ઉડાઉ જવાબ

આ મામલે સિવિલ અધિક્ષક ડો.કમલ ડોડીયાએ ઉડાઉ જવાબ આપ્યાં હતા. છાતીના ભાગે તાર ઘૂસી ગયો તે દર્દીના સગા કહેતા હશે પરંતુ સાચું શું છે તે તપાસનો વિષય છે. તેમણે કહ્યું કે બેદરકારી છે કે ઓપરેશનની પ્રક્રિયાનો ભાગ ? તે મામલે તપાસ થશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના મામલે સિવિલ અધિક્ષક પોતાના સ્ટાફને છાવરતા હોવાનું સ્પષ્ટ જણાયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot crime rajkot news rajkot crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ