ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:39 AM, 26 November 2026
ADVERTISEMENT
ચક્ર સીરીઝના વીરતા પુરસ્કાર વિજેતાઓને હવે વંદે ભારત એક્સપ્રેસ સહિત તમામ ટ્રેનોમાં મફત મુસાફરીની સુવિધા મળશે. કેન્દ્ર સરકારે આ પુરસ્કાર વિજેતાઓ માટે અગાઉ ઉપલબ્ધ મફત રેલ મુસાફરી સુવિધાનો વ્યાપ વધાર્યો છે. આ સુવિધા હવે બધી ટ્રેનોમાં લાગુ થશે, જ્યારે તેમના હાલના મુસાફરી હકો યથાવત રહેશે.
ADVERTISEMENT
ભારતીય સેનાએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ નિર્ણય વિશે માહિતી શેર કરી. સેનાના જણાવ્યા અનુસાર, રેલ્વે મંત્રાલયે સંરક્ષણ મંત્રાલય સાથે પરામર્શ કર્યા પછી ચક્ર સીરીજના વીરતા પુરસ્કાર વિજેતાઓ માટે મફત રેલ મુસાફરી સુવિધા વધારી છે.
સુવિધા વંદે ભારત સહિત તમામ ટ્રેનોમાં
ADVERTISEMENT
સેનાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ચક્ર સીરીજના પુરસ્કાર વિજેતાઓ માટે મફત ટ્રેન મુસાફરી સુવિધાને વીરતાનું સન્માન કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ કલ્યાણકારી પહેલ તરીકે વિસ્તૃત કરવામાં આવી છે. આ સુવિધા હવે વંદે ભારત એક્સપ્રેસ સહિત તમામ ટ્રેનોમાં ઉપલબ્ધ રહેશે. જો કે આ ફેરફાર પુરસ્કાર વિજેતાઓના હાલના મુસાફરી વિશેષાધિકારો અને હકમાં ફેરફાર કરતું નથી.
શૌર્ય અને બલિદાનનું સન્માન કરવાની પહેલ
ADVERTISEMENT
ભારતીય સેનાએ આ નિર્ણયને રાષ્ટ્રના વીરોની હિંમત, બલિદાન અને સેવાનું સન્માન કરવાની પહેલ તરીકે ગણાવી છે. સેનાના જણાવ્યા અનુસાર આ પગલું રાષ્ટ્રના યોદ્ધાઓના યોગદાનને ઓળખવા અને તેનું સન્માન કરવા માટે રેલ્વે અને સંરક્ષણ મંત્રાલયની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
કયા વીરતા પુરસ્કારો છે?
ADVERTISEMENT
આઝાદી પછી સરકારે સૌપ્રથમ ત્રણ વીરતા પુરસ્કારોની શરૂઆત કરી. જેમાં પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્ર સામેલ છે. આ પુરસ્કારોની સ્થાપના 26 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવી હતી, જોકે તેને 15 ઓગસ્ટ, 1947 થી અસરકારક માનવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણ અન્ય વીરતા પુરસ્કારો પણ શરૂ કરવામાં આવ્યા છે.
જૂની રેલ્વે સિસ્ટમ હેઠળ આ પુરસ્કાર વિજેતાઓને મફત કાર્ડ પાસ આપવામાં આવતા હતા. આ સુવિધા પાત્ર પુરસ્કાર વિજેતાઓને આજીવન રેલ મુસાફરી પૂરી પાડતી હતી. જૂના રેલ્વે નિયમોમાં મુસાફરીના વર્ગ અને કઈ ટ્રેનોમાં પાસ માન્ય રહેશે તેના માટે અલગ અલગ જોગવાઈઓ હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Inflation / મોંઘવારીએ માઝા મૂકી, ડુંગળી અને ખાંડ સહિત આ ચીજવસ્તુઓના ભાવમાં થયો તોતિંગ વધારો
ADVERTISEMENT
રેલ્વેએ સમયાંતરે આ સુવિધામાં પણ ફેરફાર કર્યા છે. ફેબ્રુઆરી 2014 માં પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓ માટેના મફત પાસ રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી ટ્રેનોમાં ફર્સ્ટ એસી અથવા એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી માટે પણ માન્ય કરાયા હતા. ઓગસ્ટ 2017 માં અશોક ચક્ર અને કીર્તિ ચક્ર પુરસ્કાર વિજેતાઓને સમાન મફત રેલ મુસાફરીનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. નવી સિસ્ટમ હેઠળ આ સુવિધા તમામ ટ્રેનોમાં લંબાવવામાં આવી છે, જે અગાઉના ટ્રેન-વિશિષ્ટ પ્રતિબંધોના વ્યાપને વધુ વિસ્તૃત કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો