ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એલર્ટ! ગુજરાત નજીક ચક્રવાત સક્રિય, કડકડતી ઠંડી સાથે 5 રાજ્યોમાં પડશે ભારે વરસાદ
5 ફોટો ગેલેરી
Last Updated: 08:12 AM, 26 November 2026
1/5
2/5
ADVERTISEMENT
3/5
ભારતીય હવામાન વિભાગે પૂર્વીય પવનોને કારણે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા દક્ષિણ ભારતીય રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 25 નવેમ્બર દિલ્હીમાં મોસમનો સૌથી ઠંડો દિવસ હતો. દરમિયાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં તીવ્ર ઠંડીની શરૂઆત સાથે ધુમ્મસની અસર જોવા મળી. હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં પણ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું.
4/5
ADVERTISEMENT
5/5
ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. શુક્રવારની રાત્રે રાજ્યના 9 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. વડોદરા 16.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું, જ્યારે અમદાવાદમાં પારો 18.3 ડિગ્રી સુધી ગગડ્યો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ વધશે. ખાસ કરીને 20 નવેમ્બર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ઠંડી વધવાની આગાહીને પગલે વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને વધુ ઠંડીનો અનુભવ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ