ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / આગામી 7 દિવસ ગુજરાતમાં ઠંડી જામશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી? અંબાલાલ પટેલ પણ બોલ્યાં
6 ફોટો ગેલેરી
Last Updated: 06:42 AM, 26 November 2026
1/6
ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. શુક્રવારની રાત્રે રાજ્યના 9 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. વડોદરા 16.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું, જ્યારે અમદાવાદમાં પારો 18.3 ડિગ્રી સુધી ગગડ્યો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ વધશે. ખાસ કરીને 20 નવેમ્બર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ઠંડી વધવાની આગાહીને પગલે વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને વધુ ઠંડીનો અનુભવ થઈ શકે છે.
2/6
ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસર હવે ગુજરાતમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું જોર વધ્યું છે. શુક્રવાર (12 નવેમ્બર)ની રાત્રે ગુજરાતના નવ જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. ખાસ કરીને વડોદરામાં સૌથી ઓછું 16.5 ડિગ્રી તાપમાન નોંધાતાં શહેર રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું.
ADVERTISEMENT
3/6
રાજ્યમાં ઠંડીનો પ્રભાવ વધતાં વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. શુક્રવારની રાત્રે વડોદરામાં 16.5 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં 17 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. શહેરમાં લઘુતમ તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટ અને અમરેલીમાં પણ 18.2 ડિગ્રી તાપમાન સાથે ઠંડકનો અનુભવ થયો હતો.
4/6
ગુજરાતમાં ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24થી 28 દરમિયાન સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. જ્યારે 25 અને 26 નવેમ્બર એમ બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
ADVERTISEMENT
5/6
6/6
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે રાજ્યના તાપમાન સામાન્ય રહી શકે છે. તેમજ આગામી સાત દિવસ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. એટલે કે છેલ્લા બે દિવસથી રાજ્યના રાત્રીના તાપમાન અને ઠંડીમાં જે વધઘટનો દોર જોવા મળી રહ્યો છે તેવો જ માહોલ આગામી સાત દિવસ સુધી રહી શકે છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ