ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના નારોલના ગોડાઉનમાં વહેલી સવારે લાગી ભીષણ આગ, 2 કિમી દૂરથી દેખાયા ધૂમાડાના ગોટેગોટા
Last Updated: 08:54 AM, 26 November 2026
ADVERTISEMENT
અમદાવાદના નારોલ વિસ્તારમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે આકાશમાં ધુમાડાના ઊંચા ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
2 કિમી દૂરથી દેખાયા ધૂમાડાના ગોટેગોટા
નારોલ આરવી ડેનીમની પાછળ આવેલા એક ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયાનક હતી કે તેના ધુમોડા બે કિલોમીટર દુરથી દેખાતો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ અને ઘટનામાં થયેલા નુકસાન અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે પણ સત્તાવાર માહિતી મળવાની બાકી છે. ફાયરબ્રિગેડની પાંચથી વધુ વાહનો ઘટના સ્થળે પહોચી ગયા હતા અને લાખો લીટર પાણીનો મારો કરીને આગ પર કાબુ મેળવી લીધો હતો.
ADVERTISEMENT
ધુમાડાને કારણે વાહનચાલકોને તકલીફ
ગોડાઉનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગને પગલે ઉઠેલા ઝેરી અને કાળા ધુમાડાના ગોટેગોટા નારોલ-વિશાલા હાઈવે પર ફરી વળ્યા હતા. પરિણામે હાઈવે પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી અને પ્રદૂષણનું સ્તર અત્યંત વધી જતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકો તેમજ આસપાસના સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : એલર્ટ! ગુજરાત નજીક ચક્રવાત સક્રિય, કડકડતી ઠંડી સાથે 5 રાજ્યોમાં પડશે ભારે વરસાદ
પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાઈ
ADVERTISEMENT
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ તરત જ હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક 5 ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.