ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદના ધાનપુરમાં 3 ખેતરમાંથી ઝડપાયા 378 લીલા ગાંજાના છોડ, SOGનું મેગા ઓપરેશન
Last Updated: 09:11 AM, 26 November 2026
ADVERTISEMENT
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે SOG દ્વારા મોટું ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે ગાંજાની ખેતી ઝડપી પાડવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દુધામલી ગામે 3 ખેતરમાં દરોડો પાડીને ગાંજાનું વાવેતર પકડી લેવાયું હતું. આ કાર્યવાહી દરમિયાન 3 ખેતરમાંથી કુલ 378 લીલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે, જેનું કુલ વજન 450.630 કિલોગ્રામ નોંધાયું છે. ધાનપુર પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ADVERTISEMENT
આરોપીની ધરપકડ
આ ગેરકાયદેસર ગાંજાના વાવેતર મામલે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. SOG પોલીસે આરોપી કોલાભાઈ વિરાભાઈ (જાતે બારીયા) ને પોતાના સકંજામાં લઈને તેની પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી દ્વારા 3 ખેતરમાં ગાંજાની ખેતી કેવી રીતે અને ક્યારથી કરવામાં આવી રહી હતી તેમજ આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી
ADVERTISEMENT
દાહોદ SOG દ્વારા પકડાયેલા મુદ્દામાલ અને આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં નશાકારક પદાર્થો અને ગેરકાયદેસર વાવેતર સામે પોલીસની આ કાર્યવાહીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સમગ્ર કેસમાં કાયદાકીય પ્રક્રિયા મુજબ વધુ વિગતો એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.