ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આવતીકાલે 27 નવેમ્બરે ગુજરાતમાં અહીં યોજાશે ભરતી મેળો, સાથે લઈ જવા પડશે આ ડોક્યુમેન્ટ્સ

ભરતી મેળો 2026 / આવતીકાલે 27 નવેમ્બરે ગુજરાતમાં અહીં યોજાશે ભરતી મેળો, સાથે લઈ જવા પડશે આ ડોક્યુમેન્ટ્સ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 12:18 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Job Fair 2026: ગુજરાતમાં ભણેલા યુવાનો નોકરી શોધી રહ્યા છે તેમના માટે મોટાપાયે ભરતીનું આયોજન થયુ છે. આવતીકાલે 27મી નવેમ્બરના ભરતી મેળામાં અનેક નામાંકિત કંપનીઓ હાજર રહીને યુવાનોને નોકરી ઓફર કરશે.

ADVERTISEMENT

આવતીકાલે 27 નવેમ્બરે મહેસાણા જિલ્લાના ગોઝારિયામાં યુવાનો માટે ભરતી મેળાનું આયોજન કરાયું છે. ગોઝારિયા ખાતે આવેલી શેઠ શ્રી આર.વી. રાવલ ઔધોગિર તાલીમ સંસ્થા (ITI) ખાતે આ ભરતી મેળો સવારના 11 વાગ્યાથી શરૂ થશે. ધોરણ 8 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને આ ભરતી મેળામાં ભાગ લેવાની તક મળશે. આ મેળામાં 4 પ્રાઈવેટ કંપનીઓ દ્વારા યુવાનોને નોકરીની ઓફર કરવામાં આવશે. નોધનીય છે કે, જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમેળામાં ધોરણ 8, 9 અને 10 પાસ, ધોરણ 12 પાસ, ITI, ડિપ્લોમા તેમજ સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલા ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમેદવારો માટે 18થી 35 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો મળી રહે અને તેઓને રોજગારી મેળવવા માટે યોગ્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ થાય તે હેતુથી આ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને નોકરીની શોધમાં રહેલા યુવાનો એક જ સ્થળે વિવિધ નોકરીદાતાઓ સમક્ષ પોતાની શૈક્ષણિક લાયકાત અને ક્ષમતા રજૂ કરી શકે તે માટે આ પ્રકારના ભરતીમેળાનું આયોજન કરવામાં આવે છે.

ભરતીમેળામાં ભાગ લેનારા નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી વિગતોના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે કઈ કંપનીમાં કયા હોદ્દા માટે કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે અને પગાર કેટલો રહેશે તે અંગેની વિગતો જાહેર કરવામાં આવી નથી. ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવારો માટેની જગ્યાઓ નોંધાયેલી ન હોવાથી દિવ્યાંગ ઉમેદવારોએ આ બાબતની ખાસ નોંધ લેવાની રહેશે.

VTV Digital 1

આ પણ વાંચોઃ તમારા કામનું / EPFOમાં થવા જઈ રહ્યાં છે 4 મોટા ફેરફાર, રિટાયરમેન્ટ બાદ પણ થશે આ ફાયદો

ઉમેદવારોએ કયા-કયા ડોક્યુમેન્ટ લઈ જવું

ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતને લગતા ડોક્યુમેન્ટની નકલો (ઝેરોક્ષ) તેમજ બાયોડેટા સાથે લાવવાનો રહેશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના અસલી ડોક્યુમેન્ટ સાથે લાવવાની જરૂર નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

JObs News Job Fair 2026 Jobs 2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ