ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / DIGP વિધિ ચૌધરી, SP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગુજરાતના સરહદીય ગામોમાં પહોંચ્યાં, જાણો શું કામ?
Last Updated: 11:35 AM, 26 November 2026
ADVERTISEMENT
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા વધુ મજબૂત બનાવવા ગુજરાત પોલીસ દ્વારા એક ખાસે ઝૂંબેશ હાથ ધરાઈ છે. 26 અને 27 નવેમ્બરના રોજ રાજ્યના 10 વરિષ્ઠ IPS અધિકારીઓ કચ્છ, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના 20 સરહદી ગામોની મુલાકાત લેશે.
ADVERTISEMENT
સ્થાનિક રહીશોના ઘરે રાત્રિરોકાણ કરશે
આ અધિકારીઓ સરહદી ગામોમાં સ્થાનિક રહીશોના ઘરે રાત્રિરોકાણ કરશે અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને સુરક્ષા વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ જાણશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી દેખરેખમાં આ બે દિવસીય કાર્યક્રમ યોજાશે.
ADVERTISEMENT
કયા IPS અધિકારીને કયા ગામની જવાબદારી?
પૂર્વ કચ્છ-ગાંધીધામ
ADVERTISEMENT
કલ્યાણપર અને બાંભણકા: વડોદરા રેન્જના IGP સંદીપ સિંઘ
વરસારા અને ધબડા: જામનગરના SP રવિ મોહન સૈની
ADVERTISEMENT
પશ્ચિમ કચ્છ-ભુજ
સુમરાપોર અને મોટા પૈયા: અમદાવાદ ક્રાઈમના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ
ADVERTISEMENT
અટાડા અને લાખાપર: ઇન્ટેલિજન્સ-2ના IGP એન.એન. ચૌધરી
મીઠડી અને ભગડિયા: કાયદો અને વ્યવસ્થાના IGP મકરંદ ગોવિંદભાઈ ચૌહાણ
ADVERTISEMENT
રતાડિયા અને રોહતલ: ભરૂચના SP અક્ષય રાજ
વધુ વાંચો : એલર્ટ! ગુજરાત નજીક ચક્રવાત સક્રિય, કડકડતી ઠંડી સાથે 5 રાજ્યોમાં પડશે ભારે વરસાદ
વાવ-થરાદ
કારેલી અને બારડવી: પંચમહાલ-ગોધરા રેન્જના DIGP વિધિ ચૌધરી
બુકણા અને નડોદર: અમદાવાદ પશ્ચિમ રેલવેના SP યશપાલ જગાણિયા
બોરુ અને નેસડા: સ્ટેટ મોનિટરિંગ સેલના SP એમ.જે. ચાવડા
પાટણ
દાત્રાણા અને બરારા: અમદાવાદ શહેર ઝોન-8ના DCP મયુર ગુલાબરાવ પાટીલ
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.