ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાટો ઓળંગતી વખતે અકસ્માતે મોત થાય તો રેલવેએ વળતર ચૂકવવું પડે : ગુજરાત HCનો ચુકાદો
Last Updated: 10:52 AM, 26 November 2026
ADVERTISEMENT
ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, રેલવે ટ્રેક પર અકસ્માતમાં મૃત્યુ થાય તો ટ્રેક ક્રોસ કરવાની બેદરકારીના આધારે મૃત્યુ થયું હોવાનું કહી ભોગ બનનારના કિસ્સામાં વળતર નકારી શકાય નહીં. ટ્રેનમાંથી પડી ગયા બાદ મોતને ભેટેલા એક યુવકના મોતના કિસ્સામાં હાઈકોર્ટે આવો ચુકાદો જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
રેલવે ટ્રિબ્યુનલનો હુકમ રદબાતલ
રેલવે ટ્રિબ્યુનલના હુકમને હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો અને મૃતક યુવકના પરિવારજનોને 9 ટકા વ્યાજ સાથે રૂ. 8 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. રાજબહાદુર અને અન્યની યુનિયન ઓફ ઈન્ડિયા સામેની ફર્સ્ટ અપીલમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : એલર્ટ! ગુજરાત નજીક ચક્રવાત સક્રિય, કડકડતી ઠંડી સાથે 5 રાજ્યોમાં પડશે ભારે વરસાદ
શું હતો આખો બનાવ?
ADVERTISEMENT
18 જુલાઈ, 2023ના રોજ એક યુવક કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ આવતી હાવડા-ગાંધીધામ ગરબા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં મુસાફરી કરતો હતો. ટ્રેનના જનરલ કોચમાં ભારે ભીડ અને ટ્રેનના અચાનક ઝટકાને કારણે તે ટ્રેનમાંથી પડી ગયો હતો અને ટ્રેન સાથે ઘસડાતાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તે ટ્રેકની બીજી તરફ જવાનો પ્રયાસ કરતી વખતે અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. પરિવારજનોએ રૂ. 8 લાખના વળતર માટે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી, પરંતુ ટ્રિબ્યુનલ દ્વારા તા. 7 નવેમ્બર, 2024ના રોજ અરજી ફગાવી દેવાઈ હતી. જેને પગલે પરિવારજનોએ હાઈકોર્ટમાં વળતર મેળવવા અપીલ કરી હતી અને હવે હાઈકોર્ટે મૃતકના પક્ષમાં ચુકાદો આપતાં તેને પરિવારજનોને વળતર ચુકવી દેવાનો આદેશ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.