ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / હવે વારંવાર ડોક્યુમેન્ટ્સ આપવાની ઝંઝટથી છૂટકારો! SEBIએ બદલ્યા KYCના નિયમ

બિઝનેસ / હવે વારંવાર ડોક્યુમેન્ટ્સ આપવાની ઝંઝટથી છૂટકારો! SEBIએ બદલ્યા KYCના નિયમ

Published By: Bijal Vyas

Last Updated: 10:16 AM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SEBIએ તેના KYC માળખામાં ફેરફાર કર્યા છે, જેનો ઉદ્દેશ્ય ડીમેટ અને ટ્રેડિંગ ખાતાં ખોલવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો, દસ્તાવેજો વારંવાર જમા કરાવવાની જરૂરિયાત ઘટાડવાનો અને KYC પોર્ટેબિલિટીમાં બદલાવ કરવાનો છે.

ADVERTISEMENT

બુધવારે, માર્કેટ રેગુલેટર સેબીએ KYC માળખામાં કેટલાક ફેરફારો રજૂ કર્યા છે. આ ફેરફારોનો ઉદ્દેશ્ય રોકાણકારો માટે ખાતું ખોલવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો અને વિવિધ બજાર મધ્યસ્થીઓ પાસે વારંવાર દસ્તાવેજો જમા કરાવવાની જરૂરિયાતને ઘટાડવાનો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એ એક પરિપત્રમાં જણાવ્યું છે કે, વિવિધ બજાર મધ્યસ્થીઓ દ્વારા જરૂરી ગ્રાહક સંબંધિત સામાન્ય પૂરક માહિતી હવે 'KYC રજિસ્ટ્રેશન એજન્સી' સ્તરે કેન્દ્રિયકૃત કરવામાં આવશે. આનાથી રોકાણકારોએ વિવિધ મધ્યસ્થીઓ પાસે ખાતું ખોલાવતી વખતે વારંવાર એકની એક માહિતી આપવી નહીં પડે. આ વ્યવસ્થા હેઠળ, કેટલીક પૂરક માહિતી—જે સામાન્ય રીતે ખાતું ખોલવાના ફોર્મના બીજા ભાગમાં આપવામાં આવે છે,તેને એક કેન્દ્રીય સ્તરે રાખવામાં આવશે. મૂડીબજારના મધ્યસ્થીઓમાં સ્ટોક બ્રોકર્સ, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ અને અન્ય એવી સંસ્થાઓનો સમાવેશ થાય છે જે રોકાણકારોને બજાર સંબંધિત સેવાઓ પૂરી પાડે છે.

સરળ થશે પ્રોસેસ

સેબીએ મધ્યસ્થીઓને KRA (KYC રજિસ્ટ્રેશન એજન્સી) સિસ્ટમ પર વધારાની માહિતી અપલોડ કરવા જણાવ્યું છે. આ માહિતીમાં સેન્ટ્રલ KYC આઈડેન્ટિફાયર , ડિજિટલ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર (DigiPIN), અને સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજોની સમાપ્તિ તારીખો જેવી વિગતોનો સમાવેશ થાય છે. નિયમનકારે સ્પષ્ટ કર્યું છે કે, KRA અને સેન્ટ્રલ KYC રેકોર્ડ્સ રજિસ્ટ્રી પાસેથી માહિતી પ્રાપ્ત થયા બાદ, બજારના મધ્યસ્થીઓએ તેમના ગ્રાહકોના KYC રેકોર્ડ્સ અપડેટ કરવા આવશ્યક છે. આનાથી ફરીથી માહિતી એકત્ર કરવાની જરૂરિયાત ઘટશે અને નવા ગ્રાહકોને જોડવાની પ્રક્રિયા સરળ બનશે. સેબીએ વધુમાં જણાવ્યું છે કે, જો KRA (KYC રજિસ્ટ્રેશન એજન્સી) સિસ્ટમમાં ઉપલબ્ધ ગ્રાહકનો મોબાઈલ નંબર પહેલેથી જ ચકાસાયેલ હોય અને તેમના આધાર સાથે જોડાયેલ હોય, તો મધ્યસ્થી માટે તેને ફરીથી ચકાસવું મરજિયાત રહેશે.

આ થયો બદલાવ

SEBIએ રોકાણકારોના ખાતા બંધ કરવા માટેની સમયમર્યાદા પણ નક્કી કરી છે. મ્યુચ્યુઅલ ફંડ્સ સિવાયના મધ્યસ્થીઓએ, ખાતું બંધ થયાના પાંચ કામકાજના દિવસોમાં KRAને તે અંગે જાણ કરવી આવશ્યક છે. ત્યારબાદ, KRAએ બે કામકાજના દિવસોમાં સંબંધિત KYC રેકોર્ડને અપડેટ કરવો અથવા તેને અલગ કરવો જરૂરી છે.

આ પણ વાંચોઃ Flipkartના CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિએ ઓચિંતું આપી દીધું રાજીનામું, 11 વર્ષ બાદ કંપનીથી છેડો ફાડ્યો

સેબીએ જણાવ્યું છે કે આ ફેરફારોનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગ્રાહકની માહિતી ફક્ત તે જ મધ્યસ્થીઓ સાથે શેર કરવામાં આવે, જેમની સાથે ગ્રાહકનો સક્રિય ખાતાકીય સંબંધ હોય. આ પરિપત્રની જોગવાઈઓ 24 ડિસેમ્બરથી અમલમાં આવશે. KYC રજિસ્ટ્રેશન એજન્સીઓએ આ ફેરફારોના અમલીકરણ માટે 30 દિવસની અંદર પ્રમાણભૂત કાર્ય પ્રક્રિયા (SOP) બહાર પાડવી જરૂરી છે.

DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

stock market SEBI has amended KYC rules investors will no longer be required

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ