ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીનું બજેટ 23 ટકા વધીને રૂ. 477 કરોડ થશે

ચૂંટણી / ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીનું બજેટ 23 ટકા વધીને રૂ. 477 કરોડ થશે

Published By: Hiralal Parmar

Last Updated: 01:31 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ અને મતદાન મથકની બહાર મોબાઈલ ફોન જમા કરાવવાની સુરક્ષિત વ્યવસ્થા પાછળ ચૂંટણી ખર્ચ વધશે.

ADVERTISEMENT

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી યોજવા માટે મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ)ની કચેરીએ રાજ્ય સરકાર પાસેથી રૂ. 477 કરોડનું બજેટ માગ્યું છે. ચૂંટણી દરમિયાન દેખરેખનો વ્યાપ વધારવા અને અન્ય નવી વ્યવસ્થાઓ અમલમાં મૂકવાની યોજના હોવાથી વાસ્તવિક ખર્ચ રૂ. 500 કરોડને પાર જવાની શક્યતા છે.

પ્રસ્તાવિત બજેટમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી માટે રાજ્ય સરકારે ફાળવેલી રૂ. 38 કરોડની રકમની સરખામણીએ ૨૩ ટકાનો વધારો સૂચવાયો છે. લાઈવ વેબકાસ્ટિંગના વ્યાપક અમલ ઉપરાંત ચૂંટણી સંબંધિત અન્ય વ્યવસ્થાઓ અને મતદારોની સુવિધા માટેની નવી જોગવાઈઓના કારણે ખર્ચ વધશે.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી માટે રૂ. 250 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક ખર્ચ રૂ. ૩૨૬ કરોડ થયો હતો, જ્યારે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી ખર્ચ માટે રૂ. 175 કરોડની જોગવાઈ હતી, પરંતુ વાસ્તવિક ખર્ચ ફાળવેલી રકમ કરતાં વધુ રહ્યો હતો.

આ વખતે ચૂંટણી ખર્ચમાં સૌથી મહત્ત્વની નવી જોગવાઈ સમગ્ર રાજ્યનાં 100ટકા મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ શરૂ કરવાની છે. અગાઉની ચૂંટણીઓમાં પસંદગીનાં મતદાન મથકો પર જ આ વ્યવસ્થા અમલમાં હતી.

આ અંગે ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું છે કે અત્યાર સુધી કોઈ ચોક્કસ વિધાનસભા મતવિસ્તારનાં આશરે ૨૫૫ મતદાન મથકોમાંથી રેન્ડમલી પસંદ કરાયેલાં મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવતું હતું. આ વખતે દરેક મતદાન મથક પરથી લાઈવ વેબકાસ્ટિંગ કરવાની યોજના છે, તેનાથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થતી ગેરરીતિઓ પર વધુ અસરકારક રીતે નજર રાખવામાં મદદ મળશે.

વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં કુલ ૫૧,૮૩૯ મતદાન મથકો હતાં. આ દરખાસ્તનો અમલ થશે તો વર્ષ ૨૦૨૭ની ચૂંટણીમાં રાજ્યનાં તમામ મતદાન મથકો લાઈવ દેખરેખ હેઠળ આવશે.

મતદાન મથકની બહાર મોબાઈલ ફોન જમા કરાવવાની સુવિધા

આગામી ચૂંટણીમાં પ્રથમ વખત મતદારો માટે મતદાન મથકની બહાર મોબાઈલ ફોન સુરક્ષિત રીતે જમા કરાવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મતદારો તરફથી મળેલા પ્રતિસાદના આધારે આ વ્યવસ્થા કરવાનું નક્કી થયું છે. અત્યાર સુધી એકલદોકલ મતદાર મતદાન કરવા આવે ત્યારે પોતાનો મોબાઈલ ફોન અને અન્ય કીમતી ચીજવસ્તુઓ ક્યાં મૂકવી તેની કોઈ વ્યવસ્થા નહોતી.

આ પણ વાંચોઃ અમદાવાદીઓ, સતત ઉધરસને સામાન્ય શરદી સમજીને અવગણતા નહીં, સ્થિતિ બની જોખમી

મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી નથી. આથી મતદાન કરવા આવતા લોકો મતદાન મથકમાં પ્રવેશતાં પહેલાં પોતાના મોબાઈલ ફોન સુરક્ષિત રીતે જમા કરાવી શકે તે હેતુથી આ સુવિધા ઊભી કરવાનું આયોજન છે, તેનાથી મતદારોને વધુ સગવડ મળશે અને મતદાન પ્રક્રિયા પણ સરળ બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ